ઓછી મહેનતે માલામાલ થઇ જવાના ચોરી કરવાના ઇરાદે બે બેંકના એ.ટી.એમ તોડવાનો પ્રયાસ 

ઓછી મહેનતે માલામાલ થઇ જવાના ચોરી કરવાના ઇરાદે બે બેંકના એ.ટી.એમ તોડવાનો પ્રયાસ 
ઓછી મહેનતે માલામાલ થઇ જવાના ચોરી કરવાના ઇરાદે બે બેંકના એ.ટી.એમ તોડવાનો પ્રયાસ 
ધોરાજીમાં રાત્રી દરમિયાન ચોરી કરવાના ઇરાદે બે બેંકના એ.ટી.એમ તોડવાનો પ્રયાસ કરતા શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીમાં ગત રાત્રીના સ્ટેશન રોડ ઉપર આવેલી એસબીઆઇ તેમજ પોસ્ટ ઓફિસ ચોકમાં આવેલું કોટક મહિન્દ્રા બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. સાથે જ ધોરાજીના જેતપુર રોડ પર આવેલી મુથૂટ ફાયનાન્સની ઓફીસના તાળાં તોડવાનો પણ પ્રયાસ થયો હતો. એક જ રાતમાં આટલી ઘટના બનતાં પોલીસ ચોંકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે “HAWK-EYE” CCTV પ્રોજેકટની મદદથી તપાસ શરૂ કરી હતી અને આ કામના આરોપીના બાઇક નં.GJ-03-JN-7222 મળી આવતાં પોલીસ દાદામીયા વલીમીયા સૈયદના ઘરે દોડી ગઇ હતી જ્યાં જાણવા મળ્યું હતું કે આ બાઇક તેમનો દીકરો ચલાવે છે અને તે બે દિવસથી ઘરે જ આવ્યો નથી. આથી પોલીસને મજબુત કડી મળી હતી. અને જેવો એ રાઇધરાના પુલ પાસેથી પસાર થયો કે તરત જ દિલાવરમિયાંને શંકાના આધારે અટકાયત કરી આકરી પુછપરછ આરંભી હતી. પીઆઇ ગોહિલ સહિતની ટીમે ત્રીજું નેત્ર ખોલતાં યુવક ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી લીધી હતી.

Read About Weather here

આથી પોલીસે શહેરમાં બે એટીએમની તોડફોડના ગુનામાં દિલાવરમિયાંની ધરપકડ કરી હતી અને તેનું બાઇક, લોખંડના સાધનો સહિત 20,000નો મુદામાલ કબજે લીધા હતા. ધોરાજીના પીઆઇ એ,બી ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે આરોપી શખ્શ સામે જેતપુર પોલીસ મથકે પણ અનેક ગુના નોંધાયા છે જેમાં અલગ અલગ ચોરી, તોડફોડ, નુકસાન, સજા પડ્યા બાદ પણ ગુનો આચરવો, મારામારી, પ્રોહિબિશન, જાહેરમાં અશ્વિલ કુચેષ્ટા, ઘરમાં ઘૂસીને ચોરી કરવા સહિતના અનેક ગુના દાખલ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here