ઓખાના દરિયામાંથી શંકાસ્પદ બોટમાંથી હેરોઇન-સેટેલાઇટ ફોન સાથે 3 ઇરાની નાગરિક પકડાયા

ઓખાના દરિયામાંથી શંકાસ્પદ બોટમાંથી હેરોઇન-સેટેલાઇટ ફોન સાથે 3 ઇરાની નાગરિક પકડાયા
ઓખાના દરિયામાંથી શંકાસ્પદ બોટમાંથી હેરોઇન-સેટેલાઇટ ફોન સાથે 3 ઇરાની નાગરિક પકડાયા
ઓખા પાસે સીગ્નેચર બ્રિજ નીચે એક શંકાસ્પદ બોટને એલસીબી, એસઓજી, મીઠાપુર, દ્વારકા, ઓખા મરીન પોલીસે પકડી લઇ ત્રણ ઇરાની નાગરિક સહિત પાંચને હેરોઇન, સેટેલાઇટ ફોન, જીપીએસ ટેકર, લેપટોપ સહિતના મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

Visit Saurashtra Kranti Homepage here

એલસીબી તથા એસઓજી તથા સ્થાનીક પોલીસની અલગ અલગ ટીમ બનાવી દરિયાઇ કાંઠા વિસ્તાર પર સઘન પેટ્રોલીંગ બાતમી હકીકત મળેલ હોય કે ઓખા પાસે આવેલ સીગ્નેચર બ્રીજની નીચે એક શંકાસ્પદ બોટ આવી રહેલ હોય આ બાતમીવાળી જગ્યાએ પહોંચતા અંધારામાં કીનારા તરફ એક બોટ આવી રહેલ હોય તેને રોકી પૂછપરછ કરતાં બોટમાં ત્રણ ઇરાની નાગરીક તથા એક ભારતીય નાગરીક હોવાનું જણાય આવેલ હોય અને આ લોકો બોટ મારફતે ઇરાનથી આવેલ હોય માટે પોલીસ ઇન્સ. કે.કે. ગોહીલે એલસીબીની ટીમ સાથે બનાવ સ્થળે પહોંચી અને ડીપીએસની કાર્યવાહી કરતા મુસ્તફા સ.ઓફ મહંમદ બલુચી (મુસ્લીમ, ઉ.વ. 38, ધંધો માછીમાર, રહે. લુરાન મોહલ્લા, જસ્ક શહેર, ડિસ્ટ્રીક બંદર અબ્બાસ, ઇરાનવાળ)ની અંગ ઝડતી કરતાં 1002 ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂા. 50,1000 હેરોઇન માદક પદાર્થ મળી આવેલ.

આ બાબતે ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ, પાસપોર્ટ એક્ટ તથા ફોરેનર્સ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ એસઓજી ઇન્ચાર્જ પી.સી. શીંગરખીયા દદ્વારકાનાઓએ સંભાળેલ.પકડાયેલ આરોપીઓમાં અશોકકુમાર સ.ઓફ અય્યપન મુથુરેલા, જાતે તેવર, ઉ.વ. 37, ધંધો- મેકેનીકલ એન્જી. (એરોસ્પેશ એસ.પી.સી., ઓમાન, હાલ રહે. ફલેટ નં.32-એ, ત્રીજા માળે, જુબેર બિલ્ડીંગ, અકલવેલર શહેર, મસ્કત, ઓમાન-ભાડાના મકાનનું એડ્રેસ) મુળ રહે. મકાન નં.13, અન્નાઇનગર, પેરીયાનાયકન-પાલયમ, કોઇમ્બુતલ, તમિલનાડુ, મુસ્તફા સ. ઓફ મહંમદ બલુચી, મુસ્લીમ, ઉ.વ.38, ધંધો-માછીમારી, રહે. લુરાન મોહલ્લા, જસ્ક શહેર, ડિસ્ટ્રીક બંદર અબ્બાસ, ઇરાન., જાશેમ સ્.ઓફ અલી ઇશાક બલુચી, મુસ્લીમ, ઉ.વ. 25, ધંધો-માછીમારી, રહે. લુરાન મોહલ્લા, જસ્ક શહેર, ડિસ્ટ્રીકટ બંદર, અબ્બાસ, ઇરાન., અમીરહુશેન સ.ઓફ અલી શાહકરમ બલુચી, મુસ્લીમ, ઉ.વ.19, ધંધો-માછીમારી, રહે.

Read Saurashtra Kranti E-Paper here

નુરાન મોહલ્લા, જસ્ક શહેર, ડિસ્ટ્રીકટ બંદર અબ્બાસ, ઇરાન., સેટેલાઇટ ફોન-01, માદક પદાર્થ હેરોઇન 10 ગ્રામ, મોબાઇલ ફોન-2, ઇરાની ચલણી નોટ કુલ રકમ 2,50,000 ઇરાની રીયાલ, બોટ તથા એન્જીન, પેટ્રોલના બેરેલ તથા કેન, જી.પી.એસ. ડીવાઇઝ-1, એટીએમ કાર્ડ-ડેબીટ કાર્ડ-15, પાસપોર્ટ-02નો મુદામાલ કબજે લીધો હતો.
આ ક3મગીરી કે.કે. ગોહીલ, એલસીબી દ્વારકા તથા ટીમ પી.સી. શીંગરખીયા, એસઓજી દ્વારકા ટીમ, એ.એલ. બારસીયા દ્વારકા પોલીસ સ્ટેશન ટીમ, એમ.ડી. મકવાણા, પોલીસ ઇન્સ., આર.આર. ઝરુ ઓખા મરીન પોલીસ સ્ટેશન તથા ટીમ બજાવ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here