અમદાવાદમાં કલર મર્ચન્ટ બેંકના મેનેજર સહિત 8 લોકોએ ખોટી સહી કરીને 20 લાખની લોન પાસ કરાવી છેતરપિંડી આચરી

વડોદરામાં ફેક કસ્ટમર કેર નંબરને આધારે SBI ના ગ્રાહક સુરેશભાઈ પટેલે સાથે ઓનલાઇન 8.32 લાખની ઠગાઈ
વડોદરામાં ફેક કસ્ટમર કેર નંબરને આધારે SBI ના ગ્રાહક સુરેશભાઈ પટેલે સાથે ઓનલાઇન 8.32 લાખની ઠગાઈ
અતુલ કડિયાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેમણે 2012માં મકાન ખરીદવા માટે યુનાઈટેડ કો.ઓ. બેંકમાંથી લોન લીધી હતી. ત્યાર બાદ 2014માં ધંધાર્થે રૂપિયાની જરૂર પડતાં તેમણે ફરીવાર લોનની માંગ કરતાં બેંકે લોન આપવાની ના પાડી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન તેમને તેમના મિત્ર દ્વારા ચિંતન શાહનો સંપર્ક મળ્યો હતો. આ ચિંતન શાહે તેમને કલર મર્ચન્ટ બેંકના એજન્ટ તરીકે ઓળખાણ આપી હતી. ત્યાર બાદ ચિંતન શાહે તેમને 10 લાખની લોન અપાવવાનો વાયદો કર્યો હતો.  શહેરમાં તાજેતરમાં કલર મર્ચન્ટ બેન્કના મેનેજર, જનરલ મેનેજર, ચેરમેન સહિતના હોદ્દેદારો વિરુદ્ધ છેતરપિંડીની બે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી એક ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં અને બીજી ફરિયાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તપાસ કરતાં ત્રણેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે વધુ એક ફરિયાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. બેંકના મેનેજર કિન્નર શાહે કડિયા કામનો લેબર કોન્ટ્રાક્ટરનો ધંધો કરતાં વેપારીને ભરોસો અપાવી તેનું કલર મર્ચન્ટ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની ખોટી સહી કરીને 20 લાખની લોન પાસ કરાવી છેતરપિંડી આચરી હતી. 

આરોપીઓએ ચેકબુકના ચાર ચેકોમાં અતુલ કડિયાની સહીઓ કરાવી તેના નામ ઉપર રુપીયા 20 લાખની લોન મંજુર કરાવી તેની જાણ બહાર તેના બેંક એકાઉન્ટ માંથી RTGS મારફતે કોઇ અન્યના એકાઉન્ટમા ટ્રાન્સફર કરી દીધેલ અને RTGS ના ફોર્મમાં તેની ખોટી સહીઓ કરી કલર મર્ચન્ટ બેંકના જનરલ મેનેજર કીન્નર શાહે આ ખોટી સહીઓને સાચા તરીકે ઉપયોગ કરી RTGS મારફતે બેંક એકાઉન્ટ માંથી રુપીયા અન્યના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઇ તેમજ અતુલ કડિયાના નામ ઉપર રુપીયા-1 લાખની આત્મનિર્ભર લોન મેળવીને રુપીયા નહીં આપી તેમજ ઓમ સાંઇ સર્વીસના બળદેવભાઇ દેસાઇ તથા તેઓના ત્યા કામ કરતા આનંદ દેસાઇ તથા જયેશ દેસાઇ તથા અતુલ દેસાઇએ લોન પેટેના નાણા ભરી દેવા માટે અતુલ કડિયાને ગાળો બોલીને ધાક ધમકીઓ તેની પાસેથી રુપીયા 84 હજાર રોકડા તથા ત્રણ ચેકો બળજબરીથી મેળવી લઇ તેઓ તમામ આરોપીઓએ ગુનાહીત કાવતરું રચીને 21.84 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Read About Weather here  

જેના માટે તેણે 1 લાખ 95 હજારનું કમિશન મેળવવાની વાત પણ કરી હતી.  અતુલ કડિયાએ ચિંતન શાહના કહેવાથી ખોડીયાર ટ્રેડર્સ નામથી બેંકમાં એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું અને આ એકાઉન્ટ પર 10 લાખની લોન મંજુર કરાવી આપી હતી.આ લોનના રૂપિયા બેંકના એકાઉન્ટમાં જમા થતાં અતુલ કડિયાએ યુનાઈટેડ બેંકની લોન ભરપાઈ કરી દીધી હતી. બાકીના રૂપિયા તેમણે ધંધાના કામે વાપર્યા હતાં અને તેના હપ્તા પણ તેઓ રેગ્યુલર ભરતા હતાં. ત્યાર બાદ વધુ 20 લાખની લોન લેવા માટે ચિંતન શાહનો સંપર્ક કર્યો હતો. તેણે ચિંતનને કોરા ચેક આપ્યા હતાં. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here