અમદાવાદના શેલા વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માત: પૂરઝડપે આવતી કારે અન્ય 3 કારને ટક્કર મારી 

અમદાવાદના શેલા વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માત: પૂરઝડપે આવતી કારે અન્ય 3 કારને ટક્કર મારી 
અમદાવાદના શેલા વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માત: પૂરઝડપે આવતી કારે અન્ય 3 કારને ટક્કર મારી 
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂરઝડપે આવતી કારે અન્ય 3 કારને ટક્કર મારી હતી. હેરિયર કારના ચાલકે ત્રણ કારને અડફેટે લેતા બે કારને ભારે તો એક કારને સામાન્ય નુકસાન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જીને કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એક મહિલાને સામાન્ય ઇજા થઈ છે. અકસ્માતની જાણ પોલીસને થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ભરચક વિસ્તારમાં જ ઝડપી ગતિથી વાહન હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે ગાડીની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનો પ્રત્યદર્શીએ દાવો કર્યો હતો. અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં એક બાદ એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ BMW કારના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યા બાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે.

Read About Weather here

જેમાં કારચાલક 3 કારને અડફેટે લઈ ફરાર થઈ જતાં પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. તો આ અકસ્માતમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. GJ 38 BE 9113′ નંબરની કારે અકસ્માત કર્યો જે મનોજ અગ્રવાલના નામે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગણતરીની મિનિટોમાં જ આ કારને શોધી લીધી હતી. જ્યારે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલકની પોલીસ શોધખોળ કરી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here