અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે અકસ્માત : બાઈકની ટક્કરે યુવકનું મોત

રાજસ્થાનમાં બોલેરો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત : એક જ પરિવારના એક મહિલા સહિત 6 લોકોના મોત
રાજસ્થાનમાં બોલેરો અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત : એક જ પરિવારના એક મહિલા સહિત 6 લોકોના મોત
અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. શિવરંજની બ્રિજ પાસે ફૂલ સ્પીડમાં આવી રહેલા બાઈકચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી યુવકને ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં અકસ્માતો થવાનો સિલસિલો બંધ થવાનું નામ જ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ એક પછી એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ઇસ્કોન બ્રિજ પર બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથીને અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યું છે. આ અંગેની જાણ થતાંની સાથે જ સેટેલાઈટ પોલસ સ્ટેશનની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધાઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here