અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા : ફાયરિંગ કરી ચલાવી 10 હજાર ડોલરની લૂંટ

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા : ફાયરિંગ કરી ચલાવી 10 હજાર ડોલરની લૂંટ
અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા : ફાયરિંગ કરી ચલાવી 10 હજાર ડોલરની લૂંટ
અમદાવાદના કેતન શાહ (ઉં.વ 38) 2019થી મેક્સિકો ખાતે રહેતા હતા અને ટોરેન્ટ ફાર્મા નામની કંપનીમાં ફરજ બજાવતા હતા. શનિવારે તેઓ મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10,000 ડોલરની કરન્સી એક્સચેન્જ કરવા ગયા હતા. જે બાદ કારમાં તેઓ તેમના પિતાની સાથે પરત ફરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન મેક્સિકો સિટીના મિગુએલ વિસ્તારમાં કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદના અને છેલ્લા 4 વર્ષથી મેક્સિકો ખાતે રહેતા કેતન શાહ નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે.  હુમલાખોરોએ 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. બાઈક પર આવેલા 2 લૂંટારુંઓએ ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપ્યો હતો. હુમલાખોરોએ ફાયરિંગ કરતા કેતન શાહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે બાદ મેક્સિકોના ભારતીય દૂતાવાસે પણ ટ્વીટ કરીને ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

Read About Weather here

અગાઉ અમેરિકામાં અમદાવાદી યુવકનું અપહરણ કર્યા બાદ કોલંબિયન ત્રાસવાદીઓએ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના પુત્ર હિરેન ગજેરા (ઉં.વ 41) 2006માં અમેરિકા ગયા હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેઓએ સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ કરતા હતા. તેઓ વર્ષ 2014 સુધી અમેરિકા રહ્યા બાદ અમદાવાદ પરત આવ્યા હતા. જે બાદ તેઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. તેઓએ ક્યુએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતું. ત્રાસવાદીઓએ રકમ હિરેન ગજેરાની પત્ની એકલી લઈને આવશે તેવી શરત મૂકી હતી. જે શરત તેમના પરિવારજનોએ માની લીધી હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેન ગેજરાની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here