અમદાવાદથી ઝડપાયા ઠગ પિતા પુત્ર  : વિઝા આપવાના બહાને 3 કરોડની ઠગાઈ

અમદાવાદથી ઝડપાયા ઠગ પિતા પુત્ર  : વિઝા આપવાના બહાને 3 કરોડની ઠગાઈ
અમદાવાદથી ઝડપાયા ઠગ પિતા પુત્ર  : વિઝા આપવાના બહાને 3 કરોડની ઠગાઈ

વડોદરાના નિઝામપુરમાં સાઈ કન્સલ્ટન્ટી નામની ઓફિસ ખોલી એક પિતા-પુત્ર વિદેશ વિઝા અપાવવાનાના નામે ઠગાઇ કરતાં હતા. આ ઇસમોએ લોકો પાસેથી  વિઝા અપાવવાનાના નામે 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. જે બાદમાં પોલીસ દ્વારા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

વિગતો મુજબ આ ઇસમો નિઝામપુરમાં સાઈ કન્સલ્ટન્ટી નામની ઓફિસ ખોલી ઠગાઇ કરતા હતા. આ ઠગ પિતા-પુત્રએ સંખ્યાબંધ વિદેશ વાંચ્છુકોને રાતા પાણીએ રડાવ્યા હતા. જોકે આ ઠગ રાજેન્દ્ર શાહ અને રીંકેશ શાહ અમદાવાદના બોપલમાં છુપાયા હતા. જોકે 19 જુલાઈએ ફરિયાદ નોંધાઈ ત્યારથી પિતા પુત્ર ફરાર હતા. આ તરફ હવે પોલીસ દ્વારા ઠગ પિતા પુત્રને અમદાવાદના બોપલમાંથી ઝડપી વડોદરા લાવવામાં આવ્યા હતા. વડોદરામાં વિઝા આપવાના બહાને 3 કરોડની ઠગાઈની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે આ કેસમાં પોલીસ દ્વારા નિઝામપુરામાંથી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરાઇ છે. વાત જાણે એમ છે કે, આ ઇસમોએ લોકોને વિદેશ વિઝા અપાવવાનાના નામે 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. જેને લઈ હવે પોલીસ ઠગ પિતા પુત્રને અમદાવાદના બોપલમાંથી ઝડપી પાડ્યા છે.