અધીક માસમાં પણ જુગારીઓ બેફામ : ચારણી સમઢીયાળા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે  જુગાર રમતા ઝડપાયા

અધીક માસમાં પણ જુગારીઓ બેફામ : ચારણી સમઢીયાળા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે  જુગાર રમતા ઝડપાયા
અધીક માસમાં પણ જુગારીઓ બેફામ : ચારણી સમઢીયાળા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે  જુગાર રમતા ઝડપાયા
શ્રાવણ માસ પૂર્વે અધીક માસમાં પણ જુગારીઓ બેફામ બન્યા હોય તેમ ગ્રામ્ય પોલીસે જેતપુર, ચારણ સમઢીયાળા અને ઉપલેટાના પડવલામાં દરોડા પાડી પતા ટીંચતા 21 શખ્સોને દબોચી રૂા.68 હજારની મતા જપ્ત કરી હતી. દરોડાની વિગત અનુસાર જેતપુર સીટી પોલીસ મથકના પીઆઈ એ.એમ. હેરમાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા અને વાસુદેવસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે જેતપુરના નકલંક આશ્રમ રોડ, ભવાની હેલ્ટ નામના કારખાનાની સામે રહેતારમેશગીરી શીવગીરી ગોસ્વામીના મકાનમાં બંધ બારણે ચાલતી જુગાર કલબમાં દરોડો પાડી.

Visit Saurashtra Kranti Homepage here

રમેશગીરી શીવગીરી ગોસ્વામી, દિપેશ રમણીક જોષી, હિરેન નટુ સાદગયા (રહે. બન્ને નવાગઢ), પ્રકાશ પીઠા ઝાલા (રહે.નાગબાઈ ધાર), બ્રિજેશ પરબત કુવારદા, જીતેન્દ્ર દેવાયત સોલંકી અને રણછોડ હીરા બારૈયા (રહે. ત્રણેય બળદેવ ધાર નીશાળની પાસે)ને દબોચી રોકડ અને મોબાઈલ મળી રૂા.43330ની રોકડ કબજે કરી હતી. બીજા દરોડામાં ઉપલેટાના પડવાલા- માંડાસણ રોડ પર સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ફીરોજ હુસેન નોઈડા, દિલાવર નુરમામદ ધાવડા (રહે. બન્ને પડવલા, ઉપલેટા) મેઘજી હીરા મકવાણા, રસીક બાબુ સોલંકી(રહે. બન્ને બુટાવદર, ઉપલેટા), પરસોતમ જેઠા બડવા, જમીન નાજા મકવાણા અને રાજેશ બાબુ બેડવા (રહે.માંડાસણ જામજોધપુર)ને દબોચી રૂા.14350ની રોકડ કબ્જે કરી હતી.

Read About Weather here

ત્રીજા દરોડામાં જેતપુરના ચારણી સમઢીયાળા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતીનો જુગાર રમતા પંકજ દેવા પરમાર, નાનજી પાલા આઠુ, કિશોર નાજા આઠુ, જીતેન્દ્ર કાનજી પરમાર, અશ્ર્વીન પાલા આઠુ, ઉમેશ વિઠલ વાઘાણી અને શૈલેષ લાલજી વ્યાસ (રહે. તમામ ચારણ સમઢીયાળા)ને દબોચી રૂા.10290ની રોકડ કબ્જે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here