સુરતમાં એક શખ્સને વરાછાના સોનીએ ૩૨.૫૦ લાખની ઠગાઈ કરતા નોંધાઈ ફરિયાદ

સુરતના મોટા વરાછામાં ભગવતી જ્વેલર્સના માલિકે ધંધામાં રૂપિયાની જરૂર હોવાનું બહાનું કરીને મિત્ર પાસેથી ઉધારમાં પહેલા ૨૪ લાખ,ત્યાર બાદ બીજા ૨ લાખ રોકડા તથા દાગીના બનાવ માટે આપેલા બે સોનાના બિસ્કીટ મેળવી કુલ રૂ.૩૨.૫૦ લાખ લઈ દુકાન માલિક દુકાન બંધ કરી ભાગી જતા ઠગાઇનો ભોગ બનાર આ મામલે પોલીસ આ નોંધાવી છે ફરિયાદ. દિવાળીના તેહવાર સમયે જ સોનીએ ફૂલેકું ફેરવી નાખતા વરાછા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ અંગે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. બનાવની વિગત એવી છે કે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા મનોજ પાલા મોટા વરાછાના અંકિત શોપિંગ સેન્ટરમાં ‘ભગવતી જ્વેલર્સના નામે સોના ચાંદીના ઘરેણાં વેચવાનો ધંધો કરતા હતા.

ત્યાંજ અને પરમ મિત્ર મોટા વરાછા વાણિયા ફળિયામાં રહેતા રાકેશ ચંદુલાલ દેસાઇ મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. વર્ષોથી રાકેશ દેસાઇ ભગવતી જ્વેલર્સમાંથી ખરીદી કરતા હોવાથી મિત્રતા હતી. વર્ષ ૨૦૧૬માં મનોજે ધંધામાં નાણાંની જરૂર હોવાથી રાકેશ પાસે પૈસાની માંગણી કરતા રાકેશ ભાઈએ રૂપિયા .૨૪ લાખ ચેક મારફતે મનોજને આપ્યા હતા. આપઘાત કેસમાં છે આરોપી ત્યારબાદ વધુ પૈસાની જરૂર હોવા નું કહેતા રાકેશે બીજા રોકડા રૂપિયા ૨ લાખ મનોન આપીયા હતા.જોકે આ દરમિયાન રાકેશે બનાવેલા ઘરેણાંની મજૂરીમાં પૈસા કાપી લેવાનું મનોજે જણાવ્યું હતું.

ત્યાર બાદ જાન્યુઆરી ૨૦૧૯માં રાકેશ દેસાઇએમનોજને ઘરેણા બનાવવા માટે ૧૦૦ ૧૦૦ ગ્રામની બે સોનાની બિસ્કિટ પણ આપી હતી. પણ મનોજ ની નિયત બગડતા મનોજ પાલા દુકાન બંધ કરી નાસી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોતાની સાથે વિશ્ર્વાસઘાત અને છેતરિંપડી થયાનું લગતા આ સોનાનો વેપાર કરતા મનોજ વિરુદ્ધ રાકેશ ભાઈ એ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આમ સુરતમાં સામી દિવાળીએ એક સોનીએ પોતાના જ મિત્રનું ફૂલેકું ફેરવી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.