સિંગતેલનાં ભાવમાં ભડકો : તહેવાર ટાણે જ રૂ.૩૩૦નો વધારો ઝીંકાયો

સિંગતેલનાં ભાવમાં ભડકો : તહેવાર ટાણે જ રૂ.૩૩૦નો વધારો ઝીંકાયો
સિંગતેલનાં ભાવમાં ભડકો : તહેવાર ટાણે જ રૂ.૩૩૦નો વધારો ઝીંકાયો

ખાદ્યતેલના ભાવ નીચા આવ્યા બાદ એકાએક વધારો થઇ રહ્યો છે. તેને પરિણામે આજે ફરી સીંગતેલમાં 30 અને કપાસીયામાં 5, પામોલીનમાં રુા. 5નો વધાર થયો છે. આગામી દિવસોમાં સૌથી મોટો હિન્દુ તહેવાર શરુ થવા જઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે તહેવાર સમયે જ ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ વિખેરાય ગયું છે. છેલ્લા 15 દિવસથી ખાદ્યતેલમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. અંદાજે 300 થી 400 રુપિયા ઘટ્યા બાદ લોકોને રાહત મળી હતી. ત્યારે બે દિવસથી તેલના ભાવ ઉચકાયા છે. ગઇકાલે રુા. 10 અને આજે રુા. 30નો સીંગતેલમાં વધારો થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સિંગતેલ સાથે પામોલીનમાં પણ રુા. 5નો વધારો થયો છે. અંદાજ મુજબ મગફળીની આવક વધતી ન હોવાનું સામે આવ્યું છે. આજે સીંગતેલમાં રુા. 30 વધવાની સાથે ડબ્બોો રુા. 2765, 2805, 2705, 2765, કપાસીયામાં રુા. 5 વધતા ડબ્બો રુા. 1535-1585, રુા. 1485-1535, પામોલીન ડબ્બો રુા. 1375-1380એ પહોંચ્યો છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here