શેરબજારમાં આજે મોટો કડાકો: 1200 અંક ઘટ્યો, નિફ્ટી 17242 પર

શેરબજારમાં આજે મોટો કડાકો: 1200 અંક ઘટ્યો, નિફ્ટી 17242 પર
શેરબજારમાં આજે મોટો કડાકો: 1200 અંક ઘટ્યો, નિફ્ટી 17242 પર
ભારતીય શેરબજારોમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1200 અંક ઘટી 57,766 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 316 અંક ઘટી 17,242 પર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા પહેલાં જ શેરબજારમાં મોટી અફરાતફરી સર્જાઈ છે.

આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 59.15 અંક વધી 58833 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 36.45 અંક વધી 17558 પર બંધ રહ્યો હતો. ગુરુવારે શેરબજાર સેન્સેક્સ 310.71 અંક ઘટી 58774 પર બંધ થયો હતો. નિફ્ટી 82.50 અંક ઘટી 17522 અંક પર આવી ગયો હતો. ગત સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 812 અંકથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 5.69 ટકા ઘટી 1023 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 4.49 ટકા ઘટી 1453.55 પર કારોબાર કરી રહ્યો છે, જોકે બ્રિટાનિયા 0.32 ટકા વધી 3662.00 પર કારોબાર કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આર્થિક મંદી પછી અમેરિકામાં વ્યાજ દરોમાં વધારાથી રાહત ન મળવાના સંકેતના કારણે વિશ્વના બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વનો ઈશારો મળ્યા પછી ગત સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે અમેરિકાના બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી. કારોબાર શરૂ થતા પહેલા પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 1500 અંક ઘટ્યો હતો. સેશન ઓપન થયા પછી બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં ભારે ઘટાડો છે.

Read About Weather here

ફેડરલ રિઝર્વના સંકેત મળ્યા પછી શુક્રવારે અમેરિકાના બજારો ઘટ્યા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 3.03 ટકાના મોટા ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ટેક ફોકસ્ડ નેસ્ડેક કંપોઝિટમાં 3.94 ટકાનો અને એસએન્ડપી 500માં 3.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સોમવારે કારોબારમાં એશિયાઈ બજારો ઘટ્યા છે.

જાપાનનો નિક્કી 2.71 ટકાના મોટા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં 0.78 ટકા અને ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.14 ટકાનું નુકસાન જોવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here