લુલુ ગ્રુપે ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્‍થાપવા અંગે કર્યો મોટો ખુલાસો …જાણો સમગ્ર સાહસ અંગે

લુલુ ગ્રુપે ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્‍થાપવા અંગે કર્યો મોટો ખુલાસો ...જાણો સમગ્ર સાહસ અંગે
લુલુ ગ્રુપે ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્‍થાપવા અંગે કર્યો મોટો ખુલાસો ...જાણો સમગ્ર સાહસ અંગે

દુબઈમાં મુખ્‍ય મથક ધરાવતા લુલુ ગ્રુપે ભારતનો સૌથી મોટો મોલ સ્‍થાપવા માટે રૂ. ૫૧૯.૪૧ કરોડમાં ૬૬,૧૬૮ ચોરસ મીટરનો પ્‍લોટ ખરીદ્યો છે. મંગળવારે પ્‍લોટની ઈ-ઓક્‍શન યોજાઈ હતી.પ્રાઇમ ચાંદખેડા પ્‍લોટ માટે ત્રણ બિડ મળી હતી. પ્‍લોટની મૂળ કિંમત રૂ. ૭૬,૦૦૦ પ્રતિ ચોરસ મીટર નક્કી કરવામાં આવી હતી પરંતુ લુલુ ઇન્‍ટરનેશનલ શોપિંગ મોલ્‍સ પ્રાઇવેટ લિમિટેડે પ્રતિ ચોરસ મીટર રૂ. ૭૮,૫૦૦ની સૌથી વધુ કિંમત દર્શાવી હતી.

લુલુ ગ્રુપે ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્‍થાપવા અંગે કર્યો મોટો ખુલાસો …જાણો સમગ્ર સાહસ અંગે લુલુ

ખ્‍પ્‍ઘ્‍એ પ્‍લોટની કિંમત રૂ. ૫૦૨.૮૭ કરોડ નક્કી કરી હતી અને અપેક્ષા કરતાં રૂ. ૧૬.૫૪ કરોડ વધુ મળ્‍યા હતા. આ પ્‍લોટ કોમર્શિયલ હેતુ માટે આરક્ષિત હતો. લુલુ આ પ્‍લોટ પર અંદાજિત રૂ. ૪,૦૦૦ કરોડના ખર્ચે ગુજરાતનો સૌથી મોટો મોલ બનાવશે. જયારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ રોડ શો માટે દુબઈ ગયા હતા ત્‍યારે આ જૂથે તેના માટે એક એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા હતા.

લુલુ ગ્રુપે ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્‍થાપવા અંગે કર્યો મોટો ખુલાસો …જાણો સમગ્ર સાહસ અંગે લુલુ

શરૂઆતમાં, એવા સમાચાર હતા કે જૂથે રિવરફ્રન્‍ટ પર પ્‍લોટ ખરીદ્યો હતો પરંતુ કંપનીએ ચાંદખેડામાં એસપી રિંગ રોડ પરની જમીન પસંદ કરી હતી. બોડકદેવ, શીલજ, મોટેરા, નિકોલ અને વષાાલ જેવા શહેરના વિવિધ વિસ્‍તારોમાં રૂ. ૨,૨૫૦ કરોડની કિંમતના ૨૨ પ્‍લોટની હરાજી કરવાની યોજના ધરાવે છે. આ પ્‍લોટોની હરાજી તબક્કાવાર થશે. તેમાંથી મળેલી રકમનો ઉપયોગ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસાવવા માટે કરવામાં આવશે. ખ્‍પ્‍ઘ્‍ સાબરમતી રિવરફ્રન્‍ટ પરના પ્‍લોટની ઈ-ઓક્‍શન શરૂ કરવાનું પણ આયોજન કરી રહી છે. તેના માટે એક પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે.

લુલુ ગ્રુપે ભારતનો સૌથી મોટો મોલ અમદાવાદમાં સ્‍થાપવા અંગે કર્યો મોટો ખુલાસો …જાણો સમગ્ર સાહસ અંગે લુલુ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here