તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે…

તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે...
તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે...

રામનગરી અયોધ્યામાં વધુ એક આકર્ષણ ઉમેરવાનું છે તાતા સન્સ દ્વારા અયોધ્યામાં 650 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝીયમ ઓફ ટેમ્પલ્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ પ્રોજેક્ટનો પ્રસ્તાવ ગયા વર્ષે મુકવામાં આવ્યો હતો જેને તાજેતરમાં ઉત્તર પ્રદેશ કેબીનેટે મંજુરી આપી હતી.

તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે… અયોધ્યા

સપ્ટેમ્બર 2023માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. આ મ્યુઝિયમનું નિર્માણ તાતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી ફન્ડમાંથી થશે.

તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે… અયોધ્યા

આ પ્રોજેક્ટ ઉપરાંત તાતા સન્સ 100 કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરશે. રાજ્ય કેબિનેટે લખનઉ, પ્રયાગરાજ અને કપિલવસ્તુમાં હેલીકોપ્ટર સર્વિસ શરૂ કરવા માટેની મંજુરી પણ આપી હતી.

તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે… અયોધ્યા

મ્યુઝિયમ પ્રોજેક્ટનો ઉદેશ ભારતના પ્રખ્યાત મંદિરોના ઇતિહાસ અને સ્થાપત્યને હાઇલાઇટ કરવાનો છે જેમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થશે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા મ્યુઝિયમ માટે 90 વર્ષની લીઝ પર 1 રૂપિયાની ટોકન અમાઉન્ટ પર જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here