ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા

ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા
ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા

ક્રિકેટ સ્‍ટાર કોહલી કમાણીમાં પણ કિંગ છે, તેણે વર્ષ ૨૦૨૩માં સૌથી વધુ કમાણી કરી અને ભારતના સૌથી મોંઘા સેલિબ્રિટી બની ગયા છે. કોહલીની કમાણીમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૯ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે પહેલા નંબરે રહેલો રણવીર સિંહ હવે બીજા નંબરે સરકી ગયો છે. સૌથી વધુ ઉછાળો શાહરૂખ ખાનની કમાણીમાં આવ્‍યો છે. ૨ સુપરહિટ ફિલ્‍મો આપીને શાહરૂખ ખાન ફરી એકવાર કમાણીના બાદશાહ બની ગયા છે. તે ૧૦માં નંબરેથી સીધા ત્રીજા નંબરે પહોંચી ગયા છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા સેલિબ્રિટી

સેલિબ્રિટી એસેટ સલાહકાર કંપની ક્રોલના એક અહેવાલમાં જણાવાયું છે કે, કિંગ કોહલીએ રણવીર સિંહને પાછળ છોડીને પહેલા નંબરે પહોંચી ગયા છે. ૨૦૨૨માં તેની કુલ આવક ૧૭.૬૯ કરોડ ડોલર હતી. જયારે ૨૦૨૩માં તે વધીને ૨૨.૭૯ કરોડ ડોલર પહોંચી ગયા છે અને તે ભારતના સૌથી અમીર સેલિબ્રિટી બની ગયા છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા સેલિબ્રિટી

બીજા નંબરે રહેલા રણવીર સિંહની વાત કરીએ તો તેણે ૨૦૨૩માં ૨૦.૩૧ કરોડ ડોલર (આશરે ૧,૬૮૬ કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી. આપને જણાવી દઈએ કે, કોહલી ભલે આ વખતે પોતાની કમાણી બાબતે પહેલા નંબરે હોય, પરંતુ વર્ષ ૨૦૨૦માં પોતાની ૨૩.૭૭ કરોડ ડોલર કરતા હજુ પણ પાછળ છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા સેલિબ્રિટી

‘જવાન’અને ‘પઠાન’ જેવી ફિલ્‍મોની સફળતા પર સવાર થઈને ૫૮ વર્ષીય અભિનેતા શાહરૂખ ખાન ૨૦૨૩માં બ્રાન્‍ડ વેલ્‍યુના હિસાબે ત્રીજા નંબરે છે. આ દરમિયાન તેની કુલ બ્રાન્‍ડ વેલ્‍યુ, ૧૨.૦૭ કરોડ ડોલર (૧,૦૦૨ કરોડ રૂપિયા) રહી. વર્ષ ૨૦૨૨માં ખાનની બ્રાન્‍ડ વેલ્‍યુ ૫.૫૭ કરોડ ડોલર હતી, અને આ યાદીમાં તે દસમા નંબરે હતા. વેલ્‍યુએશન એડવાઇઝરી સર્વિસીસ ફર્મના મેનેજિંગ ડિરેક્‍ટર અવિરલ જૈને જણાવ્‍યું હતું કે, ખાન ૨૦૨૦ પછી પ્રથમ વખત ભારતના ટોચના પાંચ બ્રાન્‍ડ સેલિબ્રિટી બન્‍યા છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા સેલિબ્રિટી

શાહરૂખ ખાનની જોરદાર જંપના કારણે અન્‍ય સેલિબ્રિટીઓ આ યાદીમાં ઘણા પાછળ સરકી ગયા છે. તેમાં અક્ષય કુમાર ૨૦૨૨માં ત્રીજા નંબરેથી ૨૦૨૩માં ચોથા નંબરે આવી ગયા છે. તેની બ્રાન્‍ડ વેલ્‍યુ ૧૧,૧૭ કરોડ ડોલર હતી. જયારે આલિયા ભટ્ટ ૧૦.૧૧ કરોડ ડોલરના બ્રાન્‍ડ વેલ્‍યુ સાથે ચોથા નંબરે સરકી ગઈ છે. દીપિકા પાદુકોણ ૨૦૨૩માં ૯.૬ કરોડ ડોલર સાથે છઠ્ઠા નંબરે છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ કમાણીમાં તમામ સેલિબ્રિટીને પાછળ છોડયા સેલિબ્રિટી

હાલમાં જ ક્રિકેટમાંથી સંન્‍યાસની જાહેરાત કરનાર એમએસ ધોની ૯.૫૮ કરોડ ડોલરની બ્રાન્‍ડ વેલ્‍યુ સાથે આ યાદીમાં સાતમાં નંબરે છે. તો ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ૯.૧૩ કરોડ ડોલરની બ્રાન્‍ડ વેલ્‍યુ સાથે આ યાદીમાં આઠમાં નંબરે છે. સલમાન ખાન આ યાદીમાં ૧૦ નંબરે છે. ટોપ ૨૫ સેલિબ્રિટીઓની કુલ બ્રાન્‍ડ વેલ્‍યુ ૨૦૨૩માં ૧.૯ કરોડ ડોલર રહી છે. જે વાર્ષિક આધારે ૧૫.૫ ટકા વધુ છે. ટોપ ૨૫ સેલિબ્રિટીમાં અભિનેત્રી કિયારા અડવાણી અને કેટરીના કૈફ પણ સામેલ છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here