એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો…

એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો...
એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો...

સોનાના ભાવ કેટલાંક વખતથી વિક્રમી ઉંચાઈએ જોવા મળી રહ્યા છે ત્યારે હવે તેની અસર ડીમાંડ પર દેખાવા લાગી છે. એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો છે.

ઝવેરીઓનાં કહેવા પ્રમાણે જુલાઈ માસમાં બહૂ ઓછા લગ્નો છે.એટલે ચાલુ મહિનામાં પણ ડીમાંડ વધે તેવી સંભાવના નથી. જોકે અષાઢી બીજની રથયાત્રા જેવા પવિત્ર દિવસોમાં અમુક ગણ્યા ગાંઠયા શહેરોમાં સોનાની ખરીદીમાં થોડો ઘણો વધારો થવાના રીપોર્ટ છે.બાકી સરેરાશ ડીમાંડ નબળી જ રહી છે.સોનાના દસ ગ્રામનો ભાવ હાલ રૂા.72000 થી પણ વધુ છે.ચાલુ વર્ષે 2024 ની શરૂઆતમાં 63870 હતો તેની સરખામણીએ 15 ટકા જેવો ભાવ વધારો થયો છે.

એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો… ઘટાડો

સમગ્ર એશીયાની સૌથી મોટી જવેલરી માર્કેટ એવી મુંબઈ ઝવેરી બજારમાં પણ છેલ્લા મહિનામાં સરેરાશ ખરીદીમાં ઘટાડો હોવાનું ઈન્ડિયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું સરેરાશ ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો છે.

ગ્રાહકોની દૈનિક સંખ્યામાં પણ કાપ આવ્યો છે.આગામી સામાન્ય બજેટમાં સરકાર સોના પરની આયાત જકાત ઘટાડે તો ભાવમાં ઘટાડો શકય છે. આ અટકળ આશાવાદને કારણે પણ ઘરાકીને અસર છે. હાલ સોના પર 15 ટકાની આયાત જકાત છે.

એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો… ઘટાડો

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના ચેરમેન એમ.પી.અહેમદે કહ્યું કે સોનાના ઉંચાભાવને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી વોલ્યુમને ફટકો પડયો છે. ભારતીયોમાં સોનું સામાજીક અને સાંસ્કૃતિક રીતે વણાયેલુ છે. એટલે ગ્રાહકો આધારીત મહિનાઓ હવે તહેવારોનાં હશે એટલે ડીમાંડ ફરી વધવાનો આશાવાદ છે. દેશમાં ચોમાસું નોર્મલ કરતા પણ વધુ સારૂ હોવાની આગાહી છે. એટલે કૃષિક્ષેત્ર માટે વર્ષ સારૂ રહેવાની આગાહી છે.આ સંજોગોમાં ગ્રામ્ય ડીમાંડમાં નોંધપાત્ર સુધારો થવાનો આશાવાદ છે.

એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો… ઘટાડો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનાં ભારત ખાતેનાં રિસર્ચ હેડ કવિતા ચાકોએ કહ્યું કે તહેવારો આસપાસ જ ડીમાંડ નોર્મલ થઈ શકે છે. અક્ષય તૃતિયા જેવા તાજેતરના તહેવારોમાં લગ્નો માટેના દાગીનાની ખરીદી થઈ હતી. બાકી જવેલરી ડીમાંડ નબળી જ છે. અમુક ભાગોમાં રથયાત્રાનાં દિવસોમાં સોનાના વહેચાણમાં વધારો હતો. બાકી મોટાભાગે સુસ્ત જ નથી.

એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો… ઘટાડો

જોકે એપ્રિલ-જુનનાં ત્રિમાસીક ગાળામાં ગત વર્ષંના આ સમયગાળા કરતા વોલ્યુમ ડીમાંડમાં 12 ટકાની વૃધ્ધિ જોવા મળી છે. જુલાઈમાં પણ સમાન ટ્રેન્ડ છે. નિષ્ણાંતો જોકે એવો સુચક નિર્દેશ કરી રહ્યા છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં સોનાના ઉંચા ભાવને કારણે દાગીનાની ડીમાંડમાં ભલે ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ ઈન્વેસ્ટમેન્ટ ડીમાંડ વધવાની શકયતા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here