રાજકોટમાં બે તથા જિલ્લામાં 10 સરકારી હોસ્પિટલ – આરોગ્ય કેન્દ્રમાં ડાયાલીસીસની સુવિધા

રાજકોટમાં બે તથા જિલ્લામાં 10 સરકારી હોસ્પિટલ - આરોગ્ય કેન્દ્રમાં ડાયાલીસીસની સુવિધા
રાજકોટમાં બે તથા જિલ્લામાં 10 સરકારી હોસ્પિટલ - આરોગ્ય કેન્દ્રમાં ડાયાલીસીસની સુવિધા
કિડનીના દર્દીઓને સપ્તાહમાં એકથી વધુ વખત લોહી શુદ્ધિકરણ અર્થે ડાયાલીસીસ પ્રક્રિયા કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં પી.ડી.યુ. હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ મળીને જિલ્લામાં કુલ 12 આરોગ્ય  કેન્દ્ર પર નિ:શુલ્ક ડાયાલીસીસ કરી આપવામાં આવે છે. જેની કુલ બેડ કેપેસીટી 81 છે. અહીં 291 જેટલા દર્દીઓનું નિયમિત ડાયાલીસીસ કરી આપવમાં આવે  છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં 4 શિફ્ટમાં ડાયાલીસીસ કરી આપવામાં આવે છે. અહીં 23 બેડ ઉપરાંત વધારાના બે બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ સપ્તાહમાં રોજની ચાર શિફ્ટમાં 335 થી વધુ ડાયાલીસીસ કરવામાં આવ્યા છે. પદ્મકુંવરબા હોસ્પીટલમાં બે શિફ્ટમાં 12 બેડમાં ચાલુ સપ્તાહમાં 96 જેટલા દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવેલું હોવાનું આર.એમ.ઓ. ડો. નુતને જણાવ્યું છે. જયારે તાલુકા હોસ્પિટલ મુજબ ગોંડલ ખાતે 3, જેતપુર ખાતે 9, ધોરાજી ખાતે 5, ઉપલેટા 10, જસદણમાં 3 બેડના ડાયાલીસીસ સેન્ટર ઉપલબ્ધ છે. જયારે સી.એચ.સી. પડધરીમાં 3, લોધીકા 3, જામકંડોરણા 3, કોટડા સાંગાણી 2, અમરાપુર ખાતે 3 બેડ કાર્યરત છે. બધા મળી કુલ 291 દર્દીઓને ડાયાલીસીસ કરી આપવામાં આવે  છે.રાજકોટ જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં વિવિધ કેન્દ્રોમાં 21 બેડની સુવિધા સાથે 63 દર્દીઓ તેમજ શહેરમાં 7 હોસ્પિટલમાં 89 બેડની સુવિધા સાથેના કેન્દ્રોમાં 500 જેટલા દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવતું હોવાનું આરોગ્ય અધિકારી કે.પી.સિંઘે જણાવ્યું છે. સરકાર દ્વારા સરકારી ડાયાલીસીસ કેન્દ્રો પર નિ:શુલ્ક ડાયાલીસીસ કરી આપવામાં આવે છે.

Read About Weather here

માત્ર એટલું જ નહીં, દર્દીઓને 300 રૂ. જેટલું ભથ્થું પણ આપવામાં આવે છે, જયારે ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ધારકના ડાયાલિસિસનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. હાલની સ્થિતિમાં ખાનગી હોસ્પીટલમાં ડાયાલીસીસ કરાવતા દર્દીઓ સરકરી કેન્દ્ર ખાતે  ડાયાલીસીસ માટે આવી રહ્યા હોઈ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સરકારી હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્ર પર જરૂરિયાત મુજબ દર્દીઓને ડાયાલીસીસ કરી આપવા પૂરતી વ્યવસ્થા હોવાનું આ તકે સિવિલ અધિક્ષક તેમજ આરોગ્ય અધિકારીઓ દ્વારા  જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here