મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર ખાદ્યતેલ સસ્તું થયું

મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર ખાદ્યતેલ સસ્તું થયું
મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર ખાદ્યતેલ સસ્તું થયું
મોંઘવારીના બોજ વચ્ચે એક સારા સમાચાર છે. સરસવ સહિત અન્ય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને કઠોળ, ચોખા, લોટ, મસાલા અને અન્ય ખાદ્ય-ચીજવસ્તુઓ, સરસવ અને અન્ય ખાદ્યતેલ સસ્તા થયા છે. રિફાઇન્ડનો ભાવ 95થી 100 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે સરસવનું તેલ 105થી 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ વેચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યને લઇ અનેક યોજનાઓ બનાવામાં આવે છે. જોકે સામાન્ય જનતાને મોંઘવારીનો મારખાવાનો વારો આવે છે. તેવામાં લોકો ખાદ્ય ચીજવસ્તુઓમાં રાહત મળે તેવી અપેક્ષાઓ રાખતા હોય છે. હવે મોંઘવારીના બોજ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સરસવ સહિત અન્ય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેલ અને રિફાઇન્ડ તેલની વધતી કિંમતો વચ્ચે, કેન્દ્ર સરકારે તાજેતરમાં રિફાઇન્ડ સોયા તેલ અને શુદ્ધ સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી હતી. સરકારે બંનેની આયાત ડ્યૂટી 17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી છે.

Read Saurashtra Kranti E-Paper here

નોંધનીય છે કે ભારત તેના વપરાશના 60 ટકા વનસ્પતિ તેલની આયાત કરે છે. આંકડા મુજબ, ભારતમાં દર વર્ષે અંદાજે 24 મેટ્રિક ટન ખાદ્ય તેલનો વપરાશ થાય છે. તેમાંથી ભારત લગભગ 14 મેટ્રિક ટન ખાદ્ય તેલની આયાત કરે છે છેલ્લા કેટલાક દિવસોમાં રસોડાની ઘણી વસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. દાળ અને ચોખા બાદ હવે લોટના ભાવમાં પણ વધારો થયો છે. લોટના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ પાછલા કેટલાક દિવસોમાં મસાલા અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થયો છે. જોકે, એવું માનવામાં આવે છે કે તેલના નીચા ભાવને કારણે તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને થોડી રાહત મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here