ભરૂચમાં જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવામાં આવશે:400 થી વધુ કંપનીઓનું ઉત્પાદન શરૂ

ભરૂચમાં જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવામાં આવશે:400 થી વધુ કંપનીઓનું ઉત્પાદન શરૂ
ભરૂચમાં જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવામાં આવશે:400 થી વધુ કંપનીઓનું ઉત્પાદન શરૂ
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવામાં આવશે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ સાથે જ 2000 એકરમાં ફેરફારમાં પાક ઉભો થશે તે આત્મનિર્ભળ ની સાથે નિકાસમાં પણ હરણફાળ ભરશે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે દ્વારા જગ્યા નિર્ધારિત કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.  ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. 1000 કરોડ ની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે.ગુજરાતને ફાર્મા ઉદ્યોગનું કેપિટલ માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલો છે. મેડિકલ ડિવાઇસીસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે.ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે. આ યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

Read About Weather here

રાજ્યમાં નવી રોજગારની તકો ઉભી થશે અને રાજ્યના ઔધોગિક વિકાસને ગતિ મળશે. હાલમાં રાજ્યમાં આવેલ વિવિધ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ તેમાં વપરાતા બલ્ક ડ્રગ્સ આયાત કરે છે. રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થપાવાથી આવા બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન ગુજરાતમાં જ શક્ય બનશે. આથી ભારત સરકારનાં વિઝન આત્મનિર્ભર ભારત ખરા અર્થમાં સાર્થક થશે. બનાવવામાં આવતા ફાર્મા પાર્કમાં 400 થી વધુ કંપનીઓ 51 જેટલી અતિ આવશ્યક ચીજ વસ્તુઓનું નિર્માણ કરશે જેનાથી આયાત પરનું ભારણ ઘણાખરા અંશે ઘટી જશે. સ્થાનિક માંગ અને નિકાસ આશરે ચાર લાખ કરોડ રૂપિયા જોવા મળી રહ્યો છે જે આવનારા સમયમાં વધુ થાઈ તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ દવામાં ઉપયોગમાં લેવાતા એપીઆઇ અને કે એસ.એમ પદાર્થ અને દ્રવ્ય ચાઇનાથી આયાત કરવામાં આવતા હોય છે પરંતુ ફાર્મા પાર્ક બનતાની સાથે જ હવે આ તમામ ભરૂચના આંગણે જ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here