ગુજરાતમાં સોના સામે ધિરાણમાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં 44%નો વધારો થયો

ગુજરાતમાં સોના સામે ધિરાણમાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં 44%નો વધારો થયો
ગુજરાતમાં સોના સામે ધિરાણમાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં 44%નો વધારો થયો
કોરોના કાળ પછી ગુજરાત વિકાસની તેની દૌટમાં ફરી તેજ થવા માટે આગળ વધી રહી છે તે સમયે રાજયમાં ‘નાણાની ભૂખ’ પણ વધી હોય તેવા સંકેત છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં જ બેન્કીંગ ડેટા મુજબ રાજયમાં બેન્ક ધિરાણનું પ્રમાણ 165% જેટલું વધ્યું છે તે તેની સાથે ગોલ્ડ-લોન એટલે કે સોના સામે ધિરાણમાં પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાટર (એપ્રિલ-મે-જુન) માં 44%નો વધારો થયો છે.ગોલ્ડ લોનના આ આંકડા બેન્કો તથા જે ખાનગી કંપનીઓ (માન્ય) સોના સામે ધિરાણ આપે છે તેના છે. ખાનગી રાહે સોના સામે નાણા મેળવવા માટેની જે પ્રથા છે તે તો ઉંચા વ્યાજદર તથા ‘શાહુકાર’ જેવી પ્રણાલીના છે જેના કોઈ આંકડા ઉપલબ્ધ રહેતા નથી. એક તરફ બેન્કો તેના ધિરાણના વ્યાજદર વધારી રહી છે તો બીજી તરફ સોનાના ભાવ એક ઉંચી સપાટીએ પહોંચ્યા પછી તે સ્થિર થવા લાગ્યા છે. જેના કારણે સોના સામે હવે વધુ ધિરાણ પ્રતિ 10 ગ્રામ મળે છે.

Read Saurashtra Kranti E-Paper here

ફાયનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સીલના આંકડા મુજબ 2022-23માં પ્રથમ કવાટરમાં સોના સામે ધિરાણ રૂા.1557 કરોડ હતું જે 2023/24ના માં રૂા.2242.36 કરોડ થયું છે. આ નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના ધિરાણના આંકડા છે. કોવિડકાળમાં લોકોને તાત્કાલીક નાણા માટે સોના સામે ધિરાણ અત્યંત મહત્વનું પુરવાર થયુ હતું.Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here