ગભરાટ ગાયબ ! ઈન્વેસ્ટરોને મળી રાહત: બેઝીક ડીમેટ ખાતા માટે હવે 10 લાખની મર્યાદા નક્કી થઈ

ગભરાટ ગાયબ ! ઈન્વેસ્ટરોને મળી રાહત: બેઝીક ડીમેટ ખાતા માટે હવે 10 લાખની મર્યાદા નક્કી થઈ
ગભરાટ ગાયબ ! ઈન્વેસ્ટરોને મળી રાહત: બેઝીક ડીમેટ ખાતા માટે હવે 10 લાખની મર્યાદા નક્કી થઈ

શેરોની ડીલીવરી 14 ઓકટોબરથી સીધી ગ્રાહકોનાં ખાતામાં થશે

શેરબજારમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં સતત વધારો થવા સાથે રોકાણકારોને પ્રોત્સાહન આપવા માર્કેટ નિયમનકાર સેબી દ્વારા નવા સુધારાના પગલા લેવાય રહ્યા છે. હવે ડીમેટ ખાતાનાં ક્ષેત્રે ઈન્વેસ્ટરોને રાહત આપવાનાં ચક્રો ગતિમાન કરાયા છે.

સેબી દ્વારા એવી દરખાસ્ત કરાઈ છે કે ચાર લાખ સુધી ડીમેટ ખાતામાં કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ 10 લાખ સુધી 100 રૂપિયાનો ચાર્જ રહેશે. સેબીએ 26 જુન સુધીમાં પક્ષકારોનાં અભિપ્રાયો માંગ્યા છે.ત્યારબાદ આખરી દિશા નિર્દેશ જારી કરાશે.

,લતી વિગતો મુજબ ડીમેટ ક્ષેત્રે વધુ ઈન્વેસ્ટરોને સામેલ કરવા બેઝીક ડીમેટ ખાતાનો કન્સેપ્ટ શરૂ કરાશે. પ્રવર્તમાન નિયમ મુજબ હાલ તેમાં 2 લાખ સુધીનાં શેરોની મર્યાદા છે. હવે સેબી દ્વારા આ મર્યાદા વધારીને 10 લાખ કરવાનો પ્રસ્તાવ કરાયો છે.આ સિવાય અન્ય શેરોની ડીલીવરી સીધી ગ્રાહકોનાં ખાતામાં કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.ગ્રાહકોના હીત જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. માટે આ નિર્ણય 14 ઓકટોબરથી લાગુ થશે.