ખાંડ,ઘઉં અને હવે ક્રુડ તેલના ભાવમાં ઉછાળાથી એફએમસીજી કંપનીઓ દબાવ હેઠળ

ખાંડ,ઘઉં અને હવે ક્રુડ તેલના ભાવમાં ઉછાળાથી એફએમસીજી કંપનીઓ દબાવ હેઠળ
ખાંડ,ઘઉં અને હવે ક્રુડ તેલના ભાવમાં ઉછાળાથી એફએમસીજી કંપનીઓ દબાવ હેઠળ
ખાંડ તથા ઘઉંના ઊંચા ભાવ  બાદ હવે ક્રુડ તેલના ભાવમાં આવેલો ઉછાળો દેશની ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ખાંડ તથા ઘઉંના  ભાવ હાલમાં ઊંચી સપાટીએ સ્થિર થયા છે જ્યારે ક્રુડ તેલ પ્રતિ બેરલ ૯૦ ડોલરને પાર કરી ગયું છે. ક્રુડ તેલના ઊંચા ભાવથી કંપનીઓના નફાના માર્જિન પર અસર નકારાતી નથી. 

Visit Saurashtra Kranti Homepage here

કાચા માલની ઊંચી કિંમતો ઉપરાંત વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદની અનિશ્ચિતતાએ ગ્રામ્ય માગ પર અસર કરી છે. પાકપાણી અપેક્ષા પ્રમાણે નહીં ઊતરે તો ગ્રામ્ય માગમાં વધુ અસર નકારાતી નથી ચોમાસુ હવે વિદાય લઈ રહ્યું છે ત્યારે ખેડૂતો પાછોતરા વરસાદ પર આશા રાખીને બેઠા છે. દેશમાં ફુગાવો આમ તો ૨૦૨૧થી ઊંચો છે, પરંતુ ક્રુડ તેલના ભાવમાં તાજેતરનો ઉછાળો ચિંતાનો વિષય બની રહ્યો હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.ક્રુડ તેલના ઊંચા ભાવથી માલસામાનની હેરફેર પાછળના ખર્ચમાં વધારો જોવા મળવાની સંભાવના રહેલી છે. ઓગસ્ટમાં એફએમસીજીના વેચાણમાં માસિક તથા વાર્ષિક બન્ને ધોરણે ઘટાડો જોવા મળ્યો હતો. દૂકાનદારો પણ હાલમાં વધુ સ્ટોકસ કરવાનું ટાળી  રહ્યા છે. 

Read Saurashtra Kranti E-Paper here

દરમિયાન ક્રુડ તેલના ભાવમાં વધારો તથા અનિશ્ચિત ચોમાસાથી કંપનીઓના નફાના માર્જિન પર અસર જોવા મળી શકે છે, એમ એક રિસર્ચ રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here