ક્રુડ તેલના  વધતા જતા ભાવ વૈશ્વિક નાણાંકીય સ્થિરતા સામે નવું જોખમ બની રહયું છે : રિઝર્વ બેન્ક

ક્રુડ તેલના  વધતા જતા ભાવ વૈશ્વિક નાણાંકીય સ્થિરતા સામે નવું જોખમ બની રહયું છે : રિઝર્વ બેન્ક
ક્રુડ તેલના  વધતા જતા ભાવ વૈશ્વિક નાણાંકીય સ્થિરતા સામે નવું જોખમ બની રહયું છે : રિઝર્વ બેન્ક
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં આજે તેજી આગળ વધી હતી. ક્રૂડમાં ટાઈટ સપ્લાય સામે હવે ચીનની માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. એએનઝેડ ઈન્વેસ્ટમેન્ટ બેન્કના જણાવ્યા મુજબ ક્રુડતેલમાં હવે પછી દૈનિક ધોરણે માગ કરતાં સપ્લાયની ખાધ ડેફીસીટી વધી આશરે ૨૦ લાખ બેરલ્સ થવાની ભીતી છે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વબજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૯૪.૭૮ થઈ ૯૪.૫૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ વધી ૯૧.૭૦ થઈ ૯૧.૩૫ ડોલર રહ્યા હતા.ક્રુડ તેલના  ઊંચા ભાવ વૈશ્વિક નાણાંકીય સ્થિરતા સામે નવા જોખમ તરીકે ઊભરી રહ્યા છે. સેફ હેવન તરીકે ડોલરની વધી રહેલી માગ પણ ક્રુડ તેલના ભાવને ઊંચે  લઈ જઈ રહ્યા છે એમ રિઝર્વ બેન્ક ઓફ  ઈન્ડિયાએ તેના બુલેટિનમાં જણાવ્યું છે. વૈશ્વિક ફુગાવો ઊંચે ગયો છે અને ક્રુડ તેલની વૈશ્વિક માગ નહીં ઘટે તો, વૈશ્વિક તેલ પૂરવઠામાં સતત ઘટ જોવા મળતી રહેશે, એમ રિઝર્વ બેન્કે તેના સપ્ટેમ્બરના બુલેટિનમાં જણાવ્યું છે.વૈશ્વિક અર્થતંત્રમાં ૨૦૨૪માં મંદી તોળાઈ રહ્યાની પણ બુલેટિનમાં ધારણાં મૂકવામાં આવી છે. દરમિયાન રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ ના સભ્ય અસીમા ગોયલે પીટીઆઈને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬ ટકાથી ઉપર જોવા મળશે. વૈશ્વિક મંદીથી ભારતની નિકાસ ઘટી રહી છે  એટલું જ નહીં ક્રુડ તેલ તથા અનાજના ઊંચા ભાવ અને હવામાનની અનિશ્ચિતતાના પડકારોનો ભારત સતત સામનો કરી રહ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here