આજે ધનતેરસેના દિવસે દેશમાં રૂ.50,000 કરોડનો વેપાર થવાનું અનુમાન

આજે ધનતેરસેના દિવસે દેશમાં રૂ.50,000 કરોડનો વેપાર થવાનું અનુમાન
આજે ધનતેરસેના દિવસે દેશમાં રૂ.50,000 કરોડનો વેપાર થવાનું અનુમાન
ઘરઆંગણે ઉત્પાદિત થતા માલસામાનને પ્રાથમિકતા આપવાનું દેશના લોકોએ શરૂ કરતા વર્તમાન વર્ષના દિવાળીમાં દિવાળીમાં વપરાશમાં લેવાતા માલસામાનના વેચાણમાં ચીનને રૂપિયા એક લાખ કરોડની ખોટ જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

દિવાળીના દિવસોમાં એકલા ધનતેરસમાં જ રૂપિયા ૫૦,૦૦૦ કરોડનું વેપાર વોલ્યુમ જોવા મળવાનું અનુમાન છે એમ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ના પ્રમુખ બીસી ભારતીયાએ જણાવ્યું હતું. એક અંદાજ પ્રમાણે દિવાળી દરમિયાન કુલ રૂપિયા ૩.૫૦ લાખ કરોડનો વેપાર થવાનો વેપારીઓ અંદાજ મૂકી રહ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

વોકલ ફોર લોકલની હાકલને વપરાશકારો   જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે અને ઘરઆંગણે ઉત્પાદિત માલસામાનને પ્રાથમિકતા અપાઈ રહી છે, જેને પરિણામે દિવાળીમાં વપરાતી ચીજવસ્તુના વેચાણમાં ચીનને આ વર્ષે રૂપિયા એક લાખ કરોડની ખોટ જવાનો અંદાજ હોવાનું તેમણે એક નિવેદનમાં  જણાવ્યું હતું.નવી ખરીદી માટે ધનતેરસને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસમાં સોનાચાંદીની જ્વેલરી, કલાકૃતિઓ, વાહનો, ઈલેકટ્રોનિકસ સાધનો તથા રહેઠાણની મોટેપાયે ખરીદી થાય છે. 

Read National News : Click Here

દેશના અર્થતંત્રની મજબૂત સ્થિતિને કારણે વપરાશકારોનું માનસ પણ પોઝિટિવ જોવા મળી  રહ્યું છે. કોરોના બાદ આ પહેલી એવી દિવાળી જોવા મળી રહી છે, જેમાં ઉપભોગતામાં ખરીદીમાં રસ જોવા મળે છે, એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.દિવાળી બાદ લગ્નસરાની મોસમ શરૂ થતી હોય લગ્ન નિમિત્તેની ખરીદીનો પણ દિવાળીના શુભદિવસોથી પ્રારંભ થતો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here