રાજકોટ સિવિલમાં કોન્ટ્રેક પ્રથા નાબુદ કરવા અને ફીકસ પગારથી વર્ગ-4ના કામદારોની ભરતી કરવા જોરદાર માંગણી

રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

સિવિલ હોસ્પિટલમાં ફિકસ પગારથી વર્ગ-4ના કામદારોની ભરતી શરૂ

જો સરકાર યોગ્ય ન કરે તો આંદોલનની સફાઇ મજદુર સંધ યુનિયનની ચિમકી

અખીલ ભારતીય સફાઇ મજદુર સંઘ ટ્રેડ યુનીયનની રાજકોટ શાખાએ સરકારના લાગતા વળગતા વિભાગને આવેદન પત્ર પાઠવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિકસ પગારથી વર્ગ-4ના કામદારોની ભરતી શરૂ કરવા જોરદાર માંગણી કરી છે. જો સરકાર યોગ્ય પ્રતિસાદ ન આપે તો આગામી દિવસોમાં ગાંધી ચિન્ધયા રાહે ઉગ્ર આંદોલન કરવાની યુનિયને ચિમકી આપી છે.

ટ્રેડ યુનિયનના શહેર શાખા પ્રમુખ કિરણ વાઘેલાએ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘણા વર્ષોથી વર્ગ-3 અને 4ની ભરતી થઇ નથી. અન્ય વિભાગોમાં ચાલુ છે. વર્ગ-3માં કોન્ટ્રાક પ્રથા મુજબ ભરતી થાય છે જેમાં પુરુ વેતન મળતું નથી અને સમયસર પણ મળતુ નથી. જો કોઇ કામદાર 10 મીનીટ પણ મોડો આવે તો તેના ઘરે માણસ મોકલવામાં આવે છે. નજીવા કારણોસર એ કર્મચારીઓનું કામ થતું નથી. ત્યાંના ઉપરી અધિકારીઓ વધારાનું કામ લે તો તેનું વેતન પણ મળતું નથી.

Read About Weather here

ટ્રેડ યુનિયને કોન્ટ્રાક પ્રથા નાબુદ કરવા અને અન્ય વિભાગોની જેમ વર્ગ-4ની ભરતી ફીકસ પગારથી કરવા માંગણી કરી છે અને જણાવ્યું છે કે, જો આવું થશે તો કોન્ટ્રાક પ્રથામાં થઇ રહેલું કામદારોની શોસણ અટકાવી શકાશે. જો સરકાર માને નહીં તો આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here