અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે માસમાં ૫૦થી વધુ લોકોએ આપઘાત કર્યા

સ્યૂસાઇડ
સ્યૂસાઇડ

Subscribe Saurashtra Kranti here.

અમદાવાદ આપઘાત

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં ૫૦થી વધુ લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. બુધવારે પૂર્વ વિસ્તારમાં ચાર લોકોએ આપઘાત કર્યો છે. જેમાંથી બે મહિલા અને બે પુરુષે જીવન ટૂંકાવ્યું છે. નોંધનીય છે કે લોકડાઉન બાદ પૂર્વ વિસ્તારના આપઘાતનું કિસ્સોઆમાં ઘરેલું હિંસા, પ્રેમ પ્રકરણ, વ્યાજખોરોની ધમકી અને સાસરિયાના ત્રાસથી આપઘાતના કિસ્સા બનતાં હોય છે.

ન્યુ મણિનરમાં શ્રીનંદસિટીમાં રહેતાં ૪૨ વર્ષીય આશાબહેન રમેશકુમાર શર્માએ જમાલપુર પાસે સાબરમતીનદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. આ અંગે વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દૃૂધેશ્ર્વરમાં જ્યુપિટર મિલ પાસે રહેતા ૨૮ વર્ષીય પીયુષ અમરતભાઈ મકવાણાએ સાબરમતી રિવરફ્રન્ટ વોક વે પરથી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. અંગે પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Read About Weather here

ન્યુ મણિનગરમાં આવેલાં ચાર માળિયામાં રહેતાં ૩૧ વર્ષીય આરતી કિશનબહાદૃૂર ગોરખા પોતાના ઘરે રસોડાના છતના હુકમાં દૃુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કૃષ્ણનગરમાં રાજીવ પાર્ક સોસાયટીમાં રહેતાં ૩૪ વર્ષીય પ્રમોદભાઈ જ્ઞાનેશ્ર્વર રામતેકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here