વડોદરામાં કોરોનાના કેસ વધતા ૩૧ માર્ચ સુધી બાગ-બગીચા બંધ (31)

Vadodara-Bag-Bagicha-બાગ-બગીચા
Vadodara-Bag-Bagicha-બાગ-બગીચા

Subscribe Saurashtra Kranti here.

તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વિસ્ફોટની જેમ વધી રહૃાાં છે. અગાઉ સુરત અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશ્ર્નર દ્વારા શહેરના બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા. તેવી જ રીતે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશ્ર્નરે વડોદરા શહેરના તમામ બાગ-બગીચઓ બંધ રાખવાના આદેશ આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાની સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કમિશ્ર્નરે ૩૧મી માર્ચ સુધી આ તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે.

Read About Weather here

કોરોનાના વધતા કેસની સામે તંત્ર સતર્ક થઈ ગયું છે. લોકોને ઝડપથી સારવાર મળે તે માટે શહેરમાં ધન્વંતરી રથ ફરવામાં આવી રહૃાો છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. કોરોનાના કેસ જે પ્રમાણે વધી રહૃાાં છે તેમાં સૌથી વધારે રાજકારણીઓ અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ઝપેટ હોય તેવું સામે આવ્યું છે. કોરોનાની વેકસીન લીધા પછી પણ ડૉક્ટર કોરોના પોઝિટિવ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here