મુખ્યમંત્રી વિજય રૂપાણી : હાલ લોકડાઉન નહીં : દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ (1)

RUPANI-વિજય રૂપાણી
RUPANI-વિજય રૂપાણી

Subscribe Saurashtra Kranti here.

ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને રોકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઘોષણા

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં બિનજરૂરી હેરફેર ન કરવા અપીલ, નાઈટ કર્ફ્યું અને માસ્ક અંગે કડક પગલા લેવા ગૃહ ખાતાને આદેશ, ફેબ્રુઆરીમાં કેસો ઘટવાથી લોકો બેફીકર બની ગયા

દૈનિક 60 હજાર લોકોનું ટેસ્ટીંગ કરવા, હોસ્પિટલોમાં પથારીઓ વધારવા રૂપાણીનો આદેશ
ગુજરાતમાં એકાએક કોરોનાએ ઉછાળો માર્યો છે અને કેસો ઝડપથી વધી રહ્યા છે એ જોતા ચિંતિત થઇ ઉઠેલા મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ કાબુમાં લેવા મહત્વના આદેશો ઝારી કર્યા છે. દરરોજ 3 લાખ લોકોનું રસીકરણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. સાથેસાથે તેમણે રાજ્યવ્યાપી લોકડાઉનની શક્યતા પણ નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટા કરી હતી કે, હાલ લોકડાઉન અંગેની કોઈ વિચારણા નથી.

લોકો બેદરકાર બન્યા એટલે કોરોનાના કેસો વધી રહ્યા હોવાનું દર્શાવી મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં કેસો ઘટી ગયા બાદ લોકો બેફીકર થઇ ગયા હતા અને બેદરકાર બની ગયા હતા. જો કે સરકારે કોરોના કાબુમાં લેવા વ્યાપક પગલા લીધા છે.

રાજ્યમાં દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો આદેશ જારી કર્યો છે. તદ્દઉપરાંત 60 હજાર લોકોનું ટેસ્ટીંગ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. કોરોના દર્દીઓનું ટ્રેસિંગ અને ટેસ્ટીંગ વેગવાન બનાવવા તથા હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે પથારીઓની સંખ્યા પણ વધારવા મુખ્યમંત્રીએ તમામ જીલ્લાઓના વહીવટી તંત્રને આદેશ આપ્યો છે.

તેમણે લોકોને બિનજરૂરી હેરફેર ટાળવાની પણ અપીલ કરી હતી. સાથેસાથે 4 મહાનગરોમાં નાઈટ કર્ફ્યું અને માસ્ક અંગે કડકાયથી પગલા લેવાનો ગૃહ વિભાગને આદેશ આપ્યો હતો. દરમ્યાન ગુજરાતમાં કોરોનાનું આક્રમણ વધુ આકરું બન્યું હોવાથી સુરત અને અમદાવાદમાં બીઆરટીએસ તથા સીટી બસના પૈડા પણ થંભાવી દેવામાં આવ્યા છે. પરિણામે હજારો લોકો સ્થાનિક પરિવહનના અભાવથી મુશ્કેલીમાં મુકાય ગયા છે. સુરત અને વડોદરામાં પણ તમામ બાગ-બગીચા, જીમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ ક્લબો 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે આ મહાનગરોમાં જીવન થંભી ગયું છે.

શાળા-કોલેજોમાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદની ફાર્મસી કોલેજમાં 3 વિદ્યાર્થીનીને કોરોના લાગુ પડતા એક સપ્તાહ માટે કોલેજ બંધ કરી દેવાઈ છે.

વાસંદાની આશ્રમ શાળામાં 6 વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થઇ છે. વડોદરામાં વધુ એક શિક્ષકને કોરોના લાગુ થયો છે. નવસારીની શાળાઓમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદના વાસણાની મધર સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજ્યમાં 90 દિવસ બાદ આજે પહેલીવાર કોરોનાના કેસો દૈનિક 1100ની સપાટી વટાવી દીધી હતી, 3 ના મૃત્યુ થયાનું નોંધાયું હતું. સુરત, અમદાવાદ, વડોદરામાં તમામ થીયેટર, મલ્ટીપ્લેકસ, સિનેમા, ગેમ ઝોન, સ્પોર્ટ્સ ક્લબો બંધ કરી દેવામાં આવ્યા છે.

Read About Weather here

છેલ્લા 24 કલાકમાં સુરતમાં નવા 353 નવા કેસ, અમદાવાદમાં 264, રાજકોટમાં 112, વડોદરામાં 114 , જામનગરમાં 19 , ભાવનગરમાં 20, કચ્છમાં 14, જુનાગઢમાં 12, મોરબીમાં 8 કેસો નોંધાયા હતા. સાંજે 7 વાગ્યા પછી મહાનગરોમાં ચા-પાનના ગલ્લા બંધ કરી દેવાનો આદેશ અપાયો છે. રાતના 10 વાગ્યે તમામ રેસ્ટોરાં, ખાણીપીણી બજારો બંધ કરી દેવાના રહેશે. તમામ ફેરીયાઓને પણ સાંજે 7 પછી ફેરી કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here