દિલ્હીની સરકારને નબળી પાડવાનું કાવતરૂ (2)

દિલ્હી-KEJARIVAL
દિલ્હી-KEJARIVAL

Subscribe Saurashtra Kranti here.

દિલ્હીની સરકાર નગરપાલિકા બનીને રહી જશે

વિવાદાસ્પદ ખરડો પાછો ખેંચી લેવા કેજરીવાલની અપીલ: જો આ જોગવાઈઓ લાગુ થાય તો દિલ્હી સરકાર નગરપાલિકા બની જશે અને એલ.જી. બની જશે વાઇસરોય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની આકરી ટીકા

દિલ્હીના લે.ગવર્નરને વિશાળ સત્તાઓ આપતા ખરડાથી ભારે રાજકીય વિવાદ ઉભો થવા પામ્યો છે. આ ખરડા સામે લડત આપવા તમામ રાજકીય પક્ષો અને દિલ્હીની પ્રજાને વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ અપીલ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહાનગરની પ્રજા સાથે છેતરપીંડી ન કરવા અને ખરડો પાછો ખેચી લેવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો.

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના સીનીયર નેતા પી.ચિદમ્બરમએ સંસદમાં મુકાયેલો ખરડો બિનલોકશાહી અને અધોગામી તથા પ્રજાના અપમાન સમાન ગણાવ્યો હતો. તેમણે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, જો આ ખરડાની જોગવાઈઓ લાગુ કરશે તો દીલ્હીની સરકાર નગરપાલિકા બનીને રહી જશે. પ્રતિનિધિ સરકારનો દીલ્હીની પ્રજાનો આવી રીતે છીનવી લઇ શકાય નહી. આ વિધ્યક બિનલોકશાહી છે અને વિકાસની ગતિ પાછળ ધકેલી દેતું પગલું છે. પ્રજાએ તો દીલ્હી સરકારને વધુ સત્તાઓ આપવા માંગણી કરી છે તેના બદલે આ ખરડો લાવીને કેન્દ્ર સરકાર દિલ્હીના લે.ગવર્નરને જાણે કે વાઇસરોય બનાવી દેવા માંગે છે. તેમણે આ ખરડાનો સખ્ત વિરોધ કરવા દીલ્હીની પ્રજા અને વિરોધ પક્ષોને અનુરોધ કર્યો હતો.

Read About Weather here

દીલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે ખરડાની જોગવાઈઓને સખ્ત શબ્દોમાં વખોરી કાઢી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મારી સરકારને નબળી પાડી દેવા માટે આવો ખરડો લાવવામાં આવ્યો છે. જે દીલ્હીની પ્રજા સાથે છેતરપીંડી સમાન છે. તેમણે આ ખરડો તાત્કાલિક પાછો ખેંચી લેવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો. તેમણે તીખો સવાલ કર્યો હતો કે, જો તમામ સત્તાઓ લે.ગવર્નરને જ આપી દેવાની હોય તો દીલ્હીમાં ચુંટણીઓ શું કામ કરવામાં આવે છે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here