ભારતીય સેનામાં અધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિઓ (4)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    ભારતીય સેનામાં અધિકારીઓની પસંદગી

    Subscribe Saurashtra Kranti here.

    લશ્કર કોઇ ગેરરીતિ ચલાવી નહીં લે: સેનાના વડા

    ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા : સીબીઆઈને તપાસ સુપ્રત : પંજાબના કપૂરથલા સ્થિત સર્વિસ સિલેકશન સેન્ટરમાં ગોટાળા

    ભારતીય સેંનામાં અધિકારીઓની પસંદગીની પ્રક્રિયામાં ગંભીર ગેરરીતીઓ થઇ રહી હોવાના મીલીટરી ઈન્ટેલીજન્સના અહેવાલના આધારે ગેરરીતીની તપાસ સીબીઆઈને સોનપવાનો સેંનાએ નિર્ણય લીધો છે. પંજાબના કપૂરથલા સ્થિત સર્વિસ સિલેકશન સેન્ટરમાં પસંદગીની પ્રક્રિયામાં ગોટાળા થતા હોવાનું બહાર આવ્યું હતું.

    લશ્કરમાં અધિકારીઓની ભરતી કરવા માટે સર્વિસ સિલેકશન બોર્ડની પરીક્ષા આવા કેન્દ્રો દ્વારા લેવામાં આવે છે. સેંનાના સત્તાવાર નિવેદનમાં દર્શાવવામાં આવ્યું છે કે, લશ્કરના ગુપ્તચર વિભાગ દ્વારા થયેલી તપાસ દરમ્યાન પસંદગી પ્રક્રિયામાં ગેરરીતી માલુમ પડી હતી. આ પ્રક્રિયામાં અનેક સંસ્થાઓ તપાસમાં હોવાથી ભારતીય સેનાએ સીબીઆઈને કેસ સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. સેંનાએ આગળ દર્શાવ્યું છે કે, ભારતીય સેંનામાં યોગ્ય ઉમેદવારોની પસંદગીની પક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતી ભારતીય સૈન્ય ચલાવી લેતું નથી.

    Read About Weather here

    દેશમાં ઘણા વિસ્તારોમાં અધિકારીઓ અને જવાનોની ભરતીમાં ગેરરીતીઓ ચાલી રહી હોવાનું માલુમ પડતા લશ્કરની ગુપ્તચર એજન્સી તપાસ કરી રહી હતી. આ કૌભાંડમાં બે અધિકારીઓ ખુદ સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે. ભારતીય લશ્કરના વડા જન.મનોજ મુકુંદ નારવણેએ જણાવ્યું હતું કે, સામાજિક અને નૈતિક રીતે કોઈ પણ ખોટું કાર્ય કે કૃત્ય ભારતીય સેનામાં ચલાવી લેવામાં આવતા નથી. એ વિશે સેનામાં બિલકુલ સહન ન કરવાની નીતિ છે. ભૂતકાળમાં પણ આવા અધિકારીઓ સામે કડક પગલા લેવાયા છે, તેમને ઘર ભેગા કરાયા છે અને પેન્શન પણ અપાયું નથી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here