દેશભરમાં બેંક હડતાલથી કરોડોના વ્યવહાર ઠપ્પ (2)

    હજુ આવતીકાલે પણ હડતાલ ચાલુ રેહેશે : લોકોને ભારે હેરાની: હવે કઈંઈ અને જન.ઈન્સ્યોરન્સ કર્મચારીઓની પણ હડતાલ

    Subscribe Saurashtra Kranti here.

    ગુજરાતમાં 60 હજાર બેંક કર્મીઓ હડતાલમાં જોડાયા, બેંકોના ખાનગીકરણ સામે ઉગ્ર વિરોધ, ઠેરઠેર દેખાવો

    બેંક કર્મચારી યુનિયન પૈકીના કુલ નવ જેટલા બેંક કર્મચારી મંડળોએ આપેલા એલાન અનુસાર દેશભરમાં આજથી બે દિવસની બેંક હડ-તાલનો પ્રારંભ થયો હતો. જેના કારણે કરોડો રૂપિયાના વ્યવહારો ઠપ્પ થઇ જવા પામ્યા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના 60 હજાર જેટલા બેંક કર્મીઓ હડતલમાં જોડાયા છે. હજુ આવતીકાલે મંગલવારે પણ હડતલ રહેશે. રાજ્યમાં 20 હજાર કરોડના બેંક વ્યવહાર ઠપ્પ થઇ ગયા છે અને લાખો બેંક ગ્રાહકો હેરાનગતિમાં મુકાય ગયા છે.

    સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાના કેન્દ્રની ભાજપ-એનડીએ સરકારના નિર્ણયના વિરોધમાં બેંક હડ-તાલનું એલાન આપવામાં આવ્યું છે. તા.15 અને 16 સરકારી બેંકો બંધ રહેશે જયારે તા.17 મી એ જન.ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓ હડતલ પર જશે. એ પછી તા.18 મી માર્ચે કઈંઈ ના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. આજે બેંકોના કર્મચારીઓએ બેંકની સામે ઊભા રહી ને જોરદાર દેખાવો કર્યા હતા અને નારેબાજી કરી હતી.

    Read About Weather here

    બેંક હડતલને દેશના 10 ટોચના મંજુર મંડળોએ પણ સમર્થન જાહેર કર્યું છે. 15 યુનિયનએ રોષ દર્શાવ્યો છે કે ભાજપના નેતૃત્વવાડી કેન્દ્ર સરકારે માત્ર ચાર વર્ષમાં 14 સરકારી બેંકોનું વિલીનીકરણ કરી નાખ્યું છે. હડતલનો એલાન આપનાર યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, અમે લોકોના હિતમાં જ હડતલ પાડી છે કેમ કે બેંકોનું ખાનગીકરણ કરવાથી લોકો પર નવાનવા ચાર્જ લાડવામાં આવશે. મિનિમમ બેલેન્સ વધારી દેવામાં આવશે. સસ્તી લોન તો ભૂલી જ જવાની રહેશે. ખાનગીકરણથી લોકોને જ નુકશાન છે. ભવિષ્યમાં સરકાર ન માને તો અશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરવાની યુનિયનએ ચેતવણી આપી છે. સૌરાષ્ટ્રમાં સરકારી બેંકોની હડતલમાં ગ્રામિણ બેંકો પણ જોડાય છે જેનાથી રૂ. 12 હજાર કરોડના વ્યવહારો અટકી પડ્યા છે. સાંજ સુધીમાં અઝખ પણ ખાલી થઇ જવાની ભીતિ છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here