રાહુલ ગાંધી : પીએમ મોદીનો એક જ કાયદો, મિત્રોને થવો જોઈએ ફાયદો (7)

    કોંગ્રેસમાં એક પરીવાર એક ટિકિટના નિયમનું પુનરાગમન??
    કોંગ્રેસમાં એક પરીવાર એક ટિકિટના નિયમનું પુનરાગમન??

    રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અડાણીની સંપત્તિમાં થયેલા વધારાને લઈને સરકાર પર નિશાન સાધ્યુ

    Subscribe Saurashtra Kranti here.

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની વધી રહેલી કિંમતોને લઈને ફરી એક વખત કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. રવિવારે ટ્વિટર પર તેમણે કહૃાુ તહુ કે, કેન્દ્ર સરકાર બંને હાથે લૂંટ ચલાવી રહી છે.

    તેમણે કહૃાું, પહેલા તો સરકાર ગેસ, ડિઝલ અને પેટ્રોલ પર ભારે ટેક્સ વસુલી રહી છે અને બીજી તરફ પોતાના મિત્રો માટે સરકારની કંપનીઓ વેચીને જનતા પાસેથી રોજગારી અને સુવિધાઓ છીનવી રહી છે. તેમણે કહૃાુ હતુ કે, પીએમ મોદીનો એક જ કાયદો છે અને તે છે દેશ ફૂંકી મારીને મિત્રોને ફાયદો કરાવવાનો.

    Read About Weather here

    આ પહેલા કોંગ્રેસે દાવો કર્યો હતો કે, ૨૦૧૪માં મોદી સરકાર સત્તા પર આવી તે પછી પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ લગાવીને સરકારે ૨૧ લાખ કરોડ રુપિયા કરતા વધારે રકમ એકત્રિત કરી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અડાણીની સંપત્તિમાં થયેલા વધારાને લઈને સરકાર પર નિશાન સાધ્યુ હતુ.તેમણે લોકોને ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારાના અહેવાલનો હવાલો આપીને પૂછ્યુ હતુ કે, તમારી સંપત્તિમાં કેટલો વધારો થયો?

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here