કુંભ મેળામાં જવા માટે નેગેટિવ કોરોના રિપોર્ટની જરૂર નથી: મુખ્યમંત્રી (6)

    MAHA-KUMBH-CORONA-CM
    MAHA-KUMBH-CORONA-CM

    કુંભ ૧૨ વર્ષમાં આવે છે

    Subscribe Saurashtra Kranti here.

    હવે હરિદ્વાર મહાકુંભ આવતા યાત્રિકોએ પોતાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવાની જરૂર રહેશે નહીં. ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવતે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. હરિદ્વારમાં સત્તાવાર રીતે યોજાયેલ કુંભ મેળો ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ચાલશે.

    સીએમ રાવતે કહૃાું કે, ’કોવિડ નેગિટિવ રિપોર્ટ નહીં લાવવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે કુમ્ભ માટે હરિદ્વાર આવતા લોકોના મનમાં મૂંઝવણ હતી, તેથી જરૂરી હતું કે, આ બધી શંકાઓને દૃૂર કરવામાં આવે.’ આ પહેલા ત્રિવેન્દ્રિંસહ રાવતની સરકાર દ્વારા યાત્રાળુઓ માટે એસઓપી જારી કરીને આરટીપીસીઆર ટેસ્ટનો નેગિટિવ રિપોર્ટ સાથે લાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

    નવા સીએમ તીરથ સિંહ રાવત કહેવું હતું કે, ’કુંભ ૧૨ વર્ષમાં આવે છે. અમે નથી ઇચ્છતા કે લોકો આ તક ગુમાવે. રાવત અનુસાર દરરોજ કુમ્ભ મેળામાં આવતા લાખો લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું શક્ય નહોતું.

    Read About Weather here

    તીરથ સિંહે વધુમાં કહૃાું કે, ’અમે ઇચ્છીએ છીએ કે સંતો, ભક્તો, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકો ખુશ રહે. કોવિડ -૧૯ નિયમોનું પાલન થાય, તેમજ કુમ્ભમાં જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે અમે સુનિશ્ર્ચિત કરીશું.’

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here