એનઆઇએના એક્શનથી ફફડી મહારાષ્ટ્ર સરકાર: રાઉત બોલ્યા, આ સારા સંકેત નથી (1)

    NIA-MAHARASHTRA-GOVERNMENT
    NIA-MAHARASHTRA-GOVERNMENT

    આ મહારાષ્ટ્ર જેવા રાજ્યો પર દબાણ બનાવવાનો પેંતરો

    Subscribe Saurashtra Kranti here.

    મુંબઈમાં એન્ટીલિયા બહાર શંકાસ્પદ કાર મળવાના મામલે એનઆઇએના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આને લઈને ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે. તેમનુ કહેવુ છે કે આ મામલે એનઆઇએની તપાસની જાણકારી પહેલેથી જ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચતી રહી. આ રાજ્ય સરકાર માટે સારા સંકેત નથી.

    શિવસેનાના મુખપત્રમાં સંજય રાઉતનુ આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે ગત રાતે લાંબી પૂછપરછ બાદ એનઆઇએએ આ મામલે મહારાષ્ટ્ર પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ કરી લીધી છે. ભાજપ હવે એ માગ કરી રહી છે કે સચિન વાજેનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે જેથી મહારાષ્ટ્ર સરકાર અને તેમની લિંકની સચ્ચાઈ સામે આવી શકે.

    આ દરમિયાન સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યુ છે કે આ મામલે તપાસ એનઆઇએને એટલા માટે આપવામાં આવી છે. જેથી રાજ્ય સરકાર પર દબાણ આપવામાં આવી શકે. તેમણે લખ્યુ કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજ્ય સરકાર પર દબાણ બનાવવા માટે કરવામાં આવી રહૃાો છે.

    સંજય રાઉતે દાવો કર્યો છે કે આ કેસની જાણકારી વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સુધી પહેલા પહોંચતી રહી. આ રાજ્ય સરકાર માટે સારા સંકેત નથી. ફડણવીસને નેતા વિપક્ષ તરીકે પોતાનો ગુમાવેલો આત્મવિશ્ર્વાસ દોઢ વર્ષ બાદ પાછો મળ્યો છે. તેમણે રાજ્ય સરકારને એક મુદ્દા પર ઘેરવાની તક મળી છે. વિધાનસભામાં સત્ર દરમિયાન ચાર દિવસ સુધી ફડણવીસ પર ફોકસ રહૃાુ હતુ.

    Read About Weather here

    એન્ટીલિયા કેસમાં એનઆઇએની તપાસની વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહૃાુ કે આ કેસની તપાસ એનઆઇએને ત્યારે સોંપવામાં આવી જ્યારે ભાજપે વિધાનસભામાં આ કેસને ઉઠાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આની તપાસ એજન્સીને કેમ સોંપી કેમ કે આ ભાજપ માટે સંભવ હતુ. ભાજપ કેન્દ્રમાં છે. આ મહારાષ્ટ્ર જેવા રાજ્યો પર દબાણ બનાવવાનો પેંતરો છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here