WHO : ડિસીસ એક્સ બીમારીના કારણે લાખો લોકોના મોત થઇ શકે છે (2)

    WHO-DISEASE-X
    WHO-DISEASE-X

    WHO

    WHOનું અનુમાન છે કે દર વર્ષે આ બિમારીના લીધે લગભગ એક અરબ કેસ સામે આવી શકે છે અને લાખો લોકોના મોત થઇ શકે છે

    દૃુનિયા આખી હજી કોરોના વાયરસની બિમારી સામે જ ઝ્ઝુમી રહી છે. હજી આ બિમારીનો કોઈ ચોક્કસ તોડ સામે આવ્યો નથી ત્યાં કોરોનાને પણ ટક્કર મારે એવી બિમારીનો વર્તારો સેવાઈ રહૃાો છે. વૈજ્ઞાનિકોએ એક નવા ઘાતક વાયરસની ચેતાવણી આપી છે, જે માણસ માટે જીવલેણ સાબિત થઇ શકે છે અને કોરોનાથી પણ વધુ ઝડપથી ફેલાનાર છે. આ બિમારીનું નામ છે ડિસીસ એક્સ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ બિમારી ઇબોલા વાયરસની માફક ઘાતક સાબિત થઇ શકે છે. WHOનું અનુમાન છે કે દર વર્ષે આ બિમારીના લીધે લગભગ એક અરબ કેસ સામે આવી શકે છે અને લાખો લોકોના મોત થઇ શકે છે. હેલ્મહોલ્ટ્ઝ-સેંટરના ડો. જોસેફ સેટલએ ધ સન ઓનલાઇનને જણાવ્યું હતું કે, જાનવરોની કોઇ પણ પ્રજાતિ આ બિમારીનો સ્ત્રોત હોઇ શકે છે.

    Subscribe Saurashtra Kranti here.

    જ્યાં ઉંદર અને ચામાચિડિયા જેવી વધુ પ્રજાતિઓ હોય ત્યાં આ બિમારી ફેલાવવાની શક્યતા વધારે છે. તેમણે કહૃાું હતું કે, આ પ્રજાતિઓના અનુકૂળ ક્ષમતા પર નિર્ભર કરે છે. હાલ આ બિમારી વિશે કંઇ ખાસ જાણવા મળ્યું નથી પરંતુ શોધકર્તાઓનું કહેવું છે કે આ અજ્ઞાત બિમારી આગામી મહામારી બની શકે છે. તેનો એક દર્દી કાંગોમાં મળ્યો હતો. કોંગોમાં મળેલા દર્દીને ભારે તાવ હતો અને સાથે જ ઇન્ટરનલ બ્લીડિંગ પણ થઇ રહૃાું હતું. તેને ઇબોલા ટેસ્ટ કરાવ્યો, પરંતુ તે નેગેટિવ આવ્યો. વૈજ્ઞાનિકને ડર છે કે, આગામી મહામારી બ્લેક ડેથથી પણ વધુ ખતરનાક છે. આ બિમારીમાં ૭.૫ કરોડ લોકોના મોત થયા હતા.

    Read About Weather here

    પરંતુ ડિઝીઝ એક્સ વાયરસ તેનાથી વધુ ખતરનાક હોઇ શકે છે. એટલું જ નહી આગામી સમયમાં માનવ જાતિને દર પાંચ વર્ષમાં સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. ઈકોહેલથ એલાયન્સના જણાવ્યા પ્રમાણે, દૃુનિયામાં હાલ ૧.૬૭ મિલિયન અજ્ઞાત વાયરસમાંથી ૮૨૭૦૦૦ તો જાનવરોમાંથી જ મનુષ્યોમાં આવે છે. WHO ના જણાવ્યા અનુસાર કોરોના આ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે જાનવરોમાંથી માણસમાં પહોંચેલો વાયરસ સમગ્ર માનવ જાતિ માટે ખતરો ઉભો કરી શકે છે. અગાઉ બર્ડ લૂ, SARS, MERS, Nipah અને યલો ફીવર તમામ વાયરરસના સામાન્ય ઉદાહરણ છે, જે પહેલાં જાનવરોમાં ઉત્પન્ન થયા હતા અને પછી માણસોમાં પ્રવેશ્યા હતાં.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here