પ્રધાનમંત્રીએ જણાવ્યો મીઠાનો અર્થ- મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતિક આ અમૃત મહોત્સવ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે

modi-pm-dandi-gandhi
modi-pm-dandi-gandhi

મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતિક

આઝાદીનો અમૃત મહોત્સવ: વડાપ્રધાનએ મોદી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી જણાવ્યો મીઠુંનો અર્થ

ભારતની આઝાદીના ૭૫મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના પનોતા પુત્ર પીએમ નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

જે બાદ પીએમ મોદીનો કાફલો એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ગાંધી આશ્રમ પહોંચીને પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યાર બાદ બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યું હતું. જ્યારે પીએમ મોદી આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી હતી. વડાપ્રધાન મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદીએ સાબરમતી આશ્રમમાં વિઝીટર બુકમાં નોંધ પણ લખી હતી. દાંડી માર્ચના ૯૧ વર્ષ અને આઝાદીના ૭૫માં વર્ષને કેન્દ્ર સરકારે ‘આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

હાલ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ પણ ઉપસ્થિત હતા. જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નોટિયાલે દાંડી યાત્રા માટેનું ગીત ગાયું હતું.

Visit Saurashtra Kranti here

વડાપ્રધાન મોદીએ કહૃાું કે આ ઊજવણીમાં લોકભાગીદારી ખૂબ મહત્વની છે. પીએમ મોદીએ જણાવ્યું કે જનજન સુધી આ ચળવળને લઈ જવા માટે શાળા કૉલેજોએ પણ જોડાવું જોઈએ.

તેમણે કહૃાું, નાગરિકાનાં મૌલિક વિચારોથી અગણિત આઇડિયા બહાર આવશે. કેટલીક વાતો જનભાગીદારીથી બહાર આવશે. દેશનો કોઈ એવો નાગરિક ન હોવો જોઈએ જે અમૃત મહોત્સવથી જોડાયેલો ન હોય. પ્રધાનમંત્રી મોદીએ સભાને સંબોધતા જણાવ્યું કે, આજે આઝાદી અમૃત મહોત્સવનો પહેલો દિવસ છે. આ અમૃત મહોત્સવ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- સ્વતંત્રતાની ઉર્જાનો અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રેરણાનું અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- નવા વિચારોનું અમૃત, નવા સંકલ્પોનું અમૃત. આઝાદૃીનો અમૃત મહોત્સવ એટલે- આત્મનિર્ભરતાનું અમૃત. આપણા દૃેશમાં મીઠુંને ક્યારેય તેની કિંમતથી નથી આંકવામાં આવ્યું. આપણા દેશમાં મીઠાનો અર્થ છે- પ્રામાણિકતા.

Read Salt March here

આપણા દેશમાં મીઠુંનો અર્થ છે  વિશ્ર્વાસ. આપણા દેશમાં મીઠાનો અર્થ છે  વફાદૃારી. આપણે આજે પણ કહીએ છીએ કે આપણે દેશનું મીઠું ખાધું છે. આ એટલા માટે નથી કારણ કે મીઠું ખૂબ મૂલ્યવાન વસ્તુ છે. આનું કારણ એ છે કે મીઠું આપણા દેશમાં શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. ૧૮૫૭ નો સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશથી પાછા ફરવું, દેશને સત્યાગ્રહની શક્તિની ફરી યાદ અપાવવી, લોકમાન્ય તિલકની સંપૂર્ણ સ્વરાજયનું આહ્વાન, નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દૃ ફૌજની દિલ્હી માર્ચ, દિલ્હી ચલોનું સૂત્ર કોણ ભૂલી શકે છે. દાંડીયાત્રાના ૯૧માં વર્ષની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીઆશ્રમથી ૮૧ પદયાત્રીઓની દાંડીકૂચ શરૂ કરી હતી. ૬ એપ્રિલ સુધી ચાલશે દાંડીયાત્રા. આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાયો.

સાબરમતી આશ્રમની વિઝીટર બુકમાં PMનો સંદેશ

પુણ્યસ્થળે આવીને ધન્યતા અનુભવું છું. અહીં આવીને ત્યાગ અને તપની ભાવના વધે છે. બાપૂના આશીર્વાદથી અમૃત મહોત્સવનો ઉદેશ્ય પૂર્ણ થશે. આશ્રમમાં આવીને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ મજબૂત થાય છે. અહીં ગાંધીજીએ આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો.

૧૦ સોસાયટીના લોકોને નીકળવાની મનાઈ

મોદીની મુલાકાતને લઈ વહેલી સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ સુધીના રોડ પર માત્ર પોલીસ જ પોલીસ હતી. આસપાસની ૧૦ સોસાયટીના લોકોને પણ બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કોઈને પણ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ તરફ જવા દેવામાં આવતા ન હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here