કર્ફ્યું : મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: અકોલામાં લોકડાઉન ( 2 દિવસ) લાગુ કરાયું અને પુણેમાં પણ નાઈટ કર્ફ્યું

PAKISTAN-LAHORE-PUNJAB-LOCKDOWN
PAKISTAN-LAHORE-PUNJAB-LOCKDOWN

અકોલામાં નાઈટ કર્ફ્યું

નાગપુર, અકોલા સિવાય પુણેમાં પણ નાઈટ કર્ફ્યું લગાવવામાં આવ્યો

મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહૃાો છે. ત્યારે હવે નાગપુર પછી અકોલામાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે ૮ વાગ્યાથી સોમવાર સવારના ૮ કલાક સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઘાતક વાયરસના કેસોમાં વધારો થઈ રહૃાો છે.

Visit Saurashtra Kranti here

નાગપુર, અકોલા સિવાય પુણેમાં પણ નાઈટ કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. પુણેમાં રાત્રીના ૧૧ કલાકછથી સવારના ૬ વાગ્યા સુછી નાઈટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ૩૧ માર્ચ સુછી તમામ સ્કૂલ, કોલેજને પણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ પુણેમાં હોટલ, બાર રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી બંધ રહેશે, આજ નિયમ મોલ થિયેટર પર પણ લાગુ પડશે.

Read About Weather here

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો પ્રકોપ વકરી રહૃાો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી છે. હવે ગમે તે ઘડીએ લોકડાઉન લાગું કરાય એવા સંકેતો મુખ્ય પ્રધાને આપ્યા છે. લોકોએ આવા સંકટના સમયમાં લાપરવાહી વર્તવી નહિ. કાળજી રાખવી અને કોરોના સંદર્ભેના નિયમોને સખતાઇથી પાલન કરવાની અપીલ સુદ્ધા કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here