ઓગસ્ટ 2023 સુધી અમૃત મહોત્સવ ચાલશે, તમામ સ્કૂલ પણ 75 વર્ષ, 75 ગ્રૂપ બનાવીને વિવિધ કાર્યક્રમ કરે: વડાપ્રધાન

modi-pm-dandi-gandhi
modi-pm-dandi-gandhi

21 દીવસની દાંડીયાત્રાને વડાપ્રધાને ફ્લેગ ઓફ કરી

આજે પણ કહીએ છીએ અમે દેશનું નમક ખાધું છે નમક શ્રમ અને સમાનતાનું પ્રતીક: વડાપ્રધાન

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આપણે ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ. 45 મિનિટના સંબોધન બાદ પીએમ મોદીએ દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કર્યું હતું.વડાપ્રધાન મોદીએ સંબોધતા જણાવ્યું હતું કે, આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે.

હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુન:નિર્માણની એક એક ઈંટ રાખી. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે. નમકનો અર્થ છે ઈમાનદારી, વફાદારી. અમે આજે પણ કહીએ છે અમે દેશનું નમક ખાધું છું. નમક શ્રમ અને સમાનતાનું પ્રતીક છે. અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. દિલ્હી ચલો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. રાષ્ટ્ર યજ્ઞમાં સંકલ્પ લઈને આપણી ભૂમિકા ભજવીએ.

દેશના તમામ નાગરિકો અમૃત મહોત્સવના ભાગ હોવા જોઈએ.તમામ સ્કૂલ પણ 75 વર્ષ, 75 ગ્રૂપ બનાવીને વિવિધ કાર્યક્રમ કરે. આપણે દેશ માટે એક ડગલું આગળ વધીશું તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધશે. મોટા તામ જામ વિના નાનકડા સ્વરૂપે ઉજવણી કરાશે. સાબરમતી ગાંધી આશ્રમથી પીએમ મોદીએ દાંડીયાત્રાનો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા ગાંધી આશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગુજરાત વિદ્યાપીઠ પહોંચશે જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હશે.

વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી પદયાત્રા આગળ વધી પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે રોકાણ કરશે. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી ગઈંઉ થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધશે. વડાપ્રધાનની મુલાકાતને લઈ વહેલી સવારથી જ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ સુધીના રોડ પર માત્ર પોલીસ જ પોલીસ છે. આસપાસની 10 સોસાયટીના લોકોને પણ બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

કોઈને પણ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ તરફ જવા દેવામાં આવતા નથી. આ દાંડી યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાયા છે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધી છે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ અભય ઘાટ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here