રાજકોટના 21 માં મેયર ડો.પ્રદિપ ડવ

RAJOT-MEYAR-PRADSIP DOVE
RAJOT-MEYAR-PRADSIP DOVE

ડો.પ્રદિપ ડવ

નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા આપવા કાર્યકર્તાઓએ ફુલહાર પહેરાવી મોં-મીઠા કરાવ્યા ડો.પ્રદીપ ડવ એ મીડીયાને જણાવ્યું હતું કે, 11 વર્ષથી ભાજપમાં છું

જેઓના નામ જોરશોરથી ચાલી રહ્યા હતા તેઓની વરણી નહી થતા થોડીકક્ષણો પુરતા તેઓના ચહેરા પર નિરાશા જોવા મળી

ડે. મેયર પદે દર્શિતાબેન શાહ, પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, શાસક પક્ષ નેતા પદે વિનુભાઈ ધવા તથા દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની વરણી

આજી રિવરફ્રન્ટ ડેવલોપ કરીશું : મેયર ડો.પ્રદિપ ડવ

ડો.પ્રદીપ ડવ મીડીયાને જણાવ્યું હતું કે, 11 વર્ષથી ભાજપમાં છું. ટ્રાફિક નિવારણ, સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાજકોટ ડેવલોપમેન્ટને આગળ વધારશું. આજી નદી સફાઇ કરી આજી રિવરફ્રન્ટ ડેવલોપ કરીશું. ગ્રાઉન્ડ પ્રોજેક્ટ ફૂલ ફેઝમાં આગળ વધશે. કોરોના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકોએ સાવચેત થવાનું છે. પ્રથમ વ્યક્તિ રક્ષણ કરે અને મારા વિસ્તારમાં લોકોને માસ્ક નથી પહેરતા તેને માસ્ક પહેરતા કરવા છે. મનપા આ વિસ્તારમાં જાગૃતિ લાવશે. બ્રિજના કામ વહેલી તકે પૂર્ણ કરીશું. ટ્રાફિક અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કરીશું.

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે 72 માંથી 68 બેઠકો પર ભવ્યાતિ ભવ્ય વિજય મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા. કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી હતી. મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામો બાદ મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત વિવિધ સમિતિના ચેરમેન કોન બનશે તેની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી હતી.

આજે સવારે શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થયા બાદ મેયર તરીકે પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસકપક્ષના નેતા તરીકે વિનુભાઈ ધવા તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળા

સહિત 12 હોદ્દેદારોની વરણી કરવામાં આવી હોવાની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં આજે 21 માં મેયર ડો.પ્રદીપ ડવની વરણી કરવામાં આવી હતી.

મેયર પદ માટે ડો.અલ્પેશ મોરઝરીયા, બાબુ ઉધરેજા, નરેન્દ્ર ડવ સહિતના નામો ચર્ચાઈ રહ્યા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે દેવાંગ માંકડ, નેહલ શુક્લ, ડે. મેયર તરીકે ડો.દર્શનાબેન પંડ્યા સહિતના નામો આગળ ચાલી રહ્યા હતા. આજે મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત થઇ ગઈ છે.

નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા આપવા કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી મો-મીઠા કરાવ્યા હતા. કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

મેયર ડો.પ્રદિપ ડવ સહિતના હોદ્દેઓની નિમણુંક માટે જેઓના નામ જોરશોરથી ચાલી રહ્યા હતા. તેઓની વરણી નહી થતા થોડીક ક્ષણો પુરતા તેઓના ચહેરા પર નિરાશા જોવા મળી હોવાની ચર્ચા મહાનગરપાલિકાની લોબીમાં થતી હતી.

મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના બીજા માળે આવેલ રમેશભાઈ છાયા સભાગૃહમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. પ્રથમ અઢી વર્ષ માટે મેયર, ડે. મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી.

કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભા નહી રાખતા મેયર ડો.પ્રદિપ ડવ અને ડે. મેયર બિનહરીફ જાહેર થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here