કરમસદમાં મોટેરા સ્ટેડિયમના નામકરણ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતાં સરદાર પટેલના સમ્માન સાથે આ મુદ્દાને જોડી સરદાર પટેલના કરમસદમાં કરમસદ નાગરિક સમિતી દ્વારા ધરણાં કરી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

અમદાવાદ મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામકરણને લઈ કરમસદમાં વિરોધ વધી રહૃાો છે. સરદૃાર પટેલના સમ્માન સાથે આ મુદ્દાને જોડી આ આંદોલનને વેગ આપવામાં આવી રહૃાો હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહૃાુ છે. ’સરદાર કા કર્જ ચૂકાના હૈ ખોયા સન્માન વાપસ દિલાના હૈ’ના સૂત્ર સાથે ધરણા પ્રદર્શન થઈ રહૃાું છે.

કરમસદ નાગરિક સમિતિ દ્વારા કરમસદ બસ સ્ટેન્ડ પાસે ધરણા કાર્યક્રમ આયોજિત થયો છે. આ ધરણા પ્રદર્શનમાં આણંદના ધારાસભ્ય કાંતિ પરમારે પણ ઉપસ્થિત રહી આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે.
આ કાર્યક્રમમાં કોંગી નેતા પૂર્વ સાસંદ ભરતભાઈ સોલંકી પણ પહોંચ્યા હતા.તેઓએ આ આંદોલનને મુદ્દે ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીની નીતિ રીતિ ને વખોડી હતી.મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી નામકરણ રદ કરવા માંગણી કરી હતી.જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.