ચીન ગમે ત્યારે તાઇવાન પર કબ્જો કરવા માટે હુમલો કરશે: અમેરિકાના ટોચના કમાન્ડરનું નિવેદન

૨૧મી સદીમાં ચીન સૌથી મોટો વ્યૂહાત્મક ખતરો

ચીનને લઇ યુએસ કોંગ્રેસમાં અમેરિકન સેનાના એક ટોપ કમાન્ડરના નિવેદન બાદથી ખળભળાટ મચી ગયો છે. પેંટાગનના એક ટોચના કમાન્ડરે બુધવારના રોજ અમેરિકન સાંસદોમાં કહૃાું કે ચીન ૨૧મી સદીમાં સૌથી મોટો લાંબાગાળાનો વ્યૂહાત્મક ખતરો છે. તેમણે એ પણ દાવો કર્યો કે આવતા ૫ થી ૬ વર્ષમાં ચીન ગમે ત્યારે તાઇવાન પર કબ્જો કરવા માટે હુમલો કરી શકે છે.

અમેરિકન હિંદ-પ્રશાંત કમાનના કમાન્ડર એડમિરલ ફિલ ડેવિડસને પ્રતિનિધિ સભાના સશસ્ત્ર સેવા સમિતિના સમક્ષ દૃાવો કર્યો કે ચીનને રોકવામાં નહીં આવે તો તેઓ ભવિષ્યમાં આખી દૃુનિયા માટે ખતરો બની શકે છે.

ડેવિડસનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એંટોની બ્લિંકન, અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન અને ચીનના ટોચના વિદેશ નીતિ અધિકારીઓની આગળની બેઠક થવાની છે. આ અમેરિકામાં બાઇડેન પ્રશાસનના ટોચના અધિકારીઓ અને તેમના ચીની સમકક્ષોની વચ્ચે સામ-સામે પહેલી બેઠક હશે.

અમેરિકન કમાન્ડરે સ્પષ્ટ શબદોમાં કહૃાું કે ચીનની મહત્વકાંક્ષાઓની યાદીમાં તાઇવાન ટોચ પર છે. મને લાગે છે કે આ દાયકામાં તાઇવાનને લઇ ખતરો વધુ છે, ખાસ કરીને આવતા ૬ વર્ષમાં. તેમણે પ્રશાંત મહાસાગરમાં આવેલ અમેરિકાના સૈન્ય ઠેકાણા પર ચીનની નજરને લઇ પણ મોટી વાત કહી. ડેવિડસને કહૃાું કે ગુઆમ આજે ચીન માટે એક લક્ષ્ય છે. તેમણે ગુઆમ પર એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનને લાગૂ કરવા માટે અમેરિકન સાંસદૃોની મંજૂરી પણ માંગી.

ડેવિડસને કહૃાું કે અમારા આઝાદૃ અને ખુલ્લા દ્રષ્ટિકોણના વિપરીત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના આંતરિક અને બાહૃા દબાણ દ્વારા એક બંધ અને સત્તાવાદી વ્યવસ્થાને પ્રોત્સાહિત કરે છે. તેમણે કહૃાું કે ચીનના ક્ષેત્ર પ્રત્યે ખૂબ હાનિકારક દ્રષ્ટિકોણ છે, તેના અંતર્ગત આખી પાર્ટી હિંદ-પ્રશાંતની સરકારો, બિઝનેસ, સંગઠનો અન લોકો પર દબાણ બનાવા માંગે છે, તેમને ભ્રષ્ટ બનાવા માંગે છે અને પોતાના સમર્થનમાં કરવાનો પ્રયાસ કરી રહી છે.