જીવ અને શિવના મિલન આડે કોણ બની રહ્યું છે વિલન ?

અમદાવાદમાં 1 લાખથછી વધુ પ્રેક્ષકો મેચમાં ઉમટે તો કોરોના સંક્રમણ ફેલાશે નહીં? રાત્રે ઘરના ઓટે

ઠેલા 4 માણસોને દંડા ફેકીને તગેડી મુકાય છે. મંદિરો, મસ્જીદોમાં પ્રવેશની સંખ્યા મર્યાદિત, પક્ષપાતની પણ કોઈ હદ હોય

મહાશિવરાત્રિના મેળા સહિતના ધાર્મિક કાર્યક્રમો પર રોક પણ ક્રિકેટ મેળાવડાઓને મંજુરી, આ કયાં નો ન્યાય ?, બે વ્યક્તિનો અહમને સંતોષવા ક્રિકેટ સ્ટેડિયમ લાખો લોકોથી ભરી દેવાનો નિર્ણય તુમાખી, આપખુદશાહી અને સત્તાના મદનું નિર્લજજ પ્રદર્શન

કોરોનાની ગાઇડલાઇન્સ તમામને લાગુ પડે પરંતુ ટઈંઙ કલ્ચરને નહીં

ન.મો. સ્ટેડીયમ ભરી દેવા પાછળ દેશના ટઈંઙ ના પુત્રની મહેચ્છા પરિપૂર્ણ કરવાનું એક માત્ર કારણ જે સમગ્ર ગુજરાતને ભારે પડી શકે

સૌરાષ્ટ્રમાં કોરોના ના નિયમો માત્ર આમ આદમી માટે, ખાસને પીળો પરવાનો

રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ચુંટણીઓ ચાલી રહી હોવાથી કોરોના ગાઇડલાઈન્સ તમામ નીતિ નિયમોની રાજકીય પક્ષોના જાહેર કાર્યક્રમોમાં સરેઆમ ફજેતી કરવામાં આવી રહી હતી. એ સમયગાળામાં પ્રચાર અને સભાઓ સહિતના તમામ રાજકીય કાર્યક્રમોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. ખુબ જ રહસ્યમય રીતે કોરોના મહામારીનો મૃત્યુ આંક અને નવા કેસોના આંકડા નીચે આવી ગયા હતા. કોરોના જાણે કે વિદાય લઇ ગયો હોય એવું બતાવવાના બદઈરાદે આંકડા મીડિયાથી છુપાવી રાખવામાં આવતા હતા અથવા તો હોય તેનાથી ઘણા ઓછા બતાવવાની રમત ચાલતી રહી હતી. ચુંટણીઓ પૂરી થઇ ત્યાં સુધી આંકડાઓની આ ભેદી માયાજાળ ખૂબી પૂર્વક ચાલુ રાખવામાં આવી હતી. ચુંટણી પૂરી થઇ પરિણામો આવી ગયા અને વાસ્તવિકતાનો લોકોને અંદાજ આવ્યો કે કોરોના ક્યાંય ગયો નથી પણ આપણી વચ્ચે જ અઠે દ્વારકા કરીને બેઠો છે. સાચી હક્કિતનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું. રાજકોટ, અમદાવદ, સુરત આજે આ બેદરકારીના પરીણામો ભોગવી રહ્યા છે.

હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે રાજકીય ઉલ્લુ સીધો થઇ ગયા બાદ હવે નિયમોનો શિકંજો આમ આદમી ના ગાળા ફરતે કસવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યારે વિવિધ પર્વોની મોસમ શરુ થઇ છે જેના પર નિયમોની સૌથી વધુ ગાજ પડી છે. વિખ્યાત મહાશિવરાત્રીનો મેળો રદ્દ થયો. ગીરનાર પરિક્રમામાં કોઈને જવા ન દેવાયા, અંબાજી અને વિખ્યાત પાવાગઢ જેવા રાજ્યના અનેક ધર્મ સ્થાનોના સદીઓથી ચાલ્યા આવતા પરંપરાગત મેળાઓને બંધ કરી દેવામાં આવ્યા. ધાર્મિક વિધિઓ પર લગામો મૂકી દેવામાં આવી. ભક્તોના મહેરામણને અટકાવી દઈ ગણીગાઠી સંખ્યાના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા. જે રાજકીય કાર્યક્રમોમાં હજારોની જનમેદનીને ઉમટી પડવાની છૂટ હતી ત્યારે કોરોનાનો ભય આસાનીથી વિસારે પાડી દઈને મન પડે ત્યાં અને મન ફાવે તેટલી મેદની એખડી કરવામાં આવી. ટઈંઙ કલ્ચર માટે એક નિયમ અને આમ જનતા તથા ભક્તો માટે બીજો નિયમ, આ ક્યાં નો ન્યાય છે ? સરકારી તંત્ર અને સરકાર ખરેખર કોરોનાના ખાતમા માટે પ્રતિજ્ઞાબધ હતા તો રાજકીય કાર્યક્રમોમાં નિયમોની કડકાઈ કેમ બતાવવામાં આવી નથી. જેવી અત્યારે ધાર્મિક કાર્યકમો માટે બતાવવામાં આવી રહી છે ?!

ભક્તોમાં આ સવાલ ઉભો થવો સ્વાભાવિક છે કેમ કે તમામ કોમો અને જ્ઞાતિઓના ભાવિકોને નિયમોના એક તરફી પાલનથી ભારે હેરાનગતી ભોગવવી પડી છે. આપણો સમાજ ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી છે. ત્યારે લોકો ઉપર સાગમટે પ્રતિબંધ મૂકી દેવાને બદલે ધર્મ સ્થાનો પર ચોક્કસ રીતે ડિસ્ટન્સ, માસ્ક, સેનીટાઈઝરની વ્યવસ્થા થાય અને પૂરતા બંદોબસ્ત સાથે ભક્તોને કતારોમાં ઊભા રાખ્યા વિના ભક્તોને ઝડપી દર્શન કરી દેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે એ વ્યાજબી ગણાય. સીધો નિયમનો દંડુકો ફટકારી દઈ શિવરાત્રી મેળા, પાવાગઢ અંબાજીને મેળા અને ઉર્ષના ધાર્મિક કાર્યક્રમો એક ઝાટકે બંધ કરાવી દેવા કે ભક્તોને નોએન્ટ્રી જાહેર કરવીએ વલણ ટીકા પાત્ર, પક્ષપાતી અને સંવેદનહીન છે. સરકારે જીલ્લા વહીવટીતંત્રોને આદેશ આપવાની જરૂર હતી કે લોકો ધર્મ સ્થાનો પર જઈ દર્શન કરી શકે અને ગીરદી પણ ન થાય તે જોવાની જવાદારી દરેક સ્થાનિક તંત્રની રહેશે એ માટે જરૂરી જેટલી વ્યવસ્થા કરવી પડે એટલી કરવાની એમને છૂટ આપવી જોઈએ.

સરકાર કોરોના બાબત ખરેખર ચિંતિત અને સંવેદનશીલ હોય તો અમદાવદના નવા ચણાયેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમના લાખો પ્રેક્ષકોને એક સાથે પ્રવેશ આપવાનો વાહિયાત નિર્ણય તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ.

આ સ્ટેડીયમની ક્ષમતા કેટલી છે જાણો છો ? પુરા 1 લાખ 20 હજાર પ્રેક્ષકોને સમાવી શકે છે ! ક્રિકેટ બોર્ડ અને ગુજરાત ક્રિકેટના હોદ્દેદારોએ ઇંગ્લેન્ડ સામેના ઝ-20 મેચોમાં અને ઈંઙક ના ફાઈનલ જેવા મેચોમાં પૂરી કેપેસીટી સાથે ક્રિકેટ સ્ટેડીયમ ભરી દેવાનો જે અજીબો ગરીબ નિર્ણય લીધો છે તેનાથી કોરોનાનો વેગ ભયાનક રીતે વધી જવા સિવાય બીજો કોઈ ફાયદો થવાનો નથી. આ પ્રકારના નિર્ણયનો કેન્દ્ર અને રાજય સરકારે કઈ રીતે સ્વીકાર કરી લીધો એ લોકોની સમજની બહારનો મામલો છે. માત્ર કહેવાય છે કે ગુજરાત ક્રિકેટની ધુરા સંભાળતા બે વ્યક્તિના અહમને સંતોષવાના એક માત્ર કારણસર આવો તુમાખી ભર્યો અને આપ ખુદ નિર્ણય લેવાયો છે. એ લેતી વખતે ગુજરાતના લાખો-કરોડો લોકોના આરોગ્યની કોઈ ચિંતા કરવામાં આવી નથી. જાણકાર લોકો એવી ટીકા કરી રહ્યા છે કે, ક્રિકેટ બોર્ડ અને સરકારનો આ નિર્ણય સત્તાના મદનું નિર્લજ્જ પ્રદર્શન છે. જે સ્પષ્ટ સૂચવે છે કે કોરોના ગાઈડલાઈન્સ માત્ર આમ આદમી માટે છે પણ કલ્ચર માટે નથી. નહિતર જો લોકોની ચિંતા હોત તો લાખો લોકોથી સ્ટેડીયમ ભરવાનો અને માત્ર વ્યક્તિગત અહમ સંતોષવાનો આવો વાહિયાત નિર્ણય લેવાયો ન હોત.અમદાવાદ જેવા મહાનગરમાં એક જ સ્થળે આખો દિવસ માટે 120 હજાર લોકો ઉમટી પડે તો શું કોરોના બેકાબુ નહી બને ? રાત્રે ઘરના ઉટે બેઠેલા એક પરિવારના જ 4 સભ્યોને દૂરથી દંડા ફેકીને તગેડી મુકવામાં આવે છે મંદિરો, મસ્જીદોમાં પ્રવેશ મર્યાદિત કરી લોકોને ધર્મ સાધનાથી દૂર કરવામાં આવે અને માત્ર આનંદ પ્રમોદ માટે યોજાતા ક્રિકેટના ખેલા માટે લાખો લોકોને એક જગ્યા એ ઠાલવવાનું ભયંકર જોખમ ઉઠાવતા સરકાર, ક્રિકેટ બોર્ડ અને સ્થાનિક તંત્રનું પેટનું પાણી પણ હાલતું લોકોના સર્વ વર્ગોમાં એવી ટીકા થતી સંભળાય છે કે દેશના એક ટટઈંઙ ના પુત્રની ઘેલછા અને મહેચ્છા પૂર્ણ કરવાના એક માત્ર ઈરાદાથી આવો નિર્ણય લઇ ગુજરાતની જનતાનું આરોગ્ય ખતરામાં મૂકી દેવાયું છે. પક્ષપાતની પણ કોઈ હદ હોય.