રાજકોટના શિવાલયોમાં શિવભકતો શિવમય…

મહાશિવરાત્રિ ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો સારો દિવસ છે. મહાશિવરાત્રિએ 101 વર્ષ પછી વિશેષ સંયોગ રચાઇ રહયો છે. જયોતિષવિદોનું કહેવું છે કે, આજે મહાશિવરાત્રિએ શિવયોગ, સિધ્ધિયોગ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ છે. શહેરના રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં વહેલી સવારે ભકતો દ્વારા દુધ, પાણી, બિલ્લીપત્રી, ધતુરાના ફૂલ ચડાવ્યા હતા અને શિવલિંગ પર અભિષેક કર્યો હતો. શિવાલયોને ફૂલોથી શણગાર કરાયો હતો. આજે વહેલી સવારથી જ શિવભકતો દ્વારા દૂધા અભિષેક, જલાભિષેક, બિલ્વી પત્ર, શેરડીનો રસ વગેરે દ્રવ્યોથી શિવની પુજા અને શિવાલયોમાં ભાંગ પ્રસાદનું વિતરણ કરાયું હતું. આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. રૂદ્રભિષેક, સત્સંગ, ભજન-ધુન, કિર્તન સહિતના આયોજન કરાયા છે.