તંગદિલી-ઇમરજન્સીની સ્થિતિમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા ઇન્ટરનેટ બંધ કરાય છે

રાજ્યસભામાં ગૃહરાજ્ય મંત્રી જી.કિશન રેડ્ડીએ સ્પષ્ટતા કરી

સરકારે રાજ્યસભામાં એવું જણાવ્યું કે તંગદિલી અને ઈમરજન્સીની સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે.

ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ એક લેખિત સવાલના જવાબમાં રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહૃાું કે સાયબર સ્પેસ દ્વારા ઘણા પડકારો પેદા થઈ રહૃાાં છે. સાયબર સ્પેસમાં માહિતી ઘણી ઝડપથી શેર થાય છે અને તેને કારણે તેના ખોટા ઉપયોગની પણ સંભાવના રહેતી હોય છે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે તંગદિલી અને તોફાન દરમિયાન જાહેર સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા માટે તથા ઈમરજન્સીની સ્થિતિને ટાળવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારી દૃૂરસંચાર સેવાઓ અને ઈન્ટરનેટ બંધ કરી દેતા હોય છે. ઈન્ટરનેટ બંધ કરવાના મામલે સરકાર દ્વારા કોઈ આંકડા જાળવી રખાતા નથી.

ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે પણ સરકારને એવું લાગતું હોય તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે છે ત્યારે ત્યારે સરકાર અધિકારીઓને નિર્દેશ આપીને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાતી હોય છે. સરકારનો હેતુ અફવા ફેલાતી રોકવાનો હોય છે. સરકારે આ મુદ્દે બુધવારે રાજ્યસભામાં સ્થિતિ સ્પસ્ટ કરી હતી.