અમદાવાદમાં સાડી શો-રૂમના માલિકના ત્રાસથી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદમાં જાણીતા સાડીના શો રૂમના માલિકના ત્રાસથી કંટાળી કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામોલ પોલીસે કર્મચારીની સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધી દીપકલા જંકશનના માલિકની ધરપકડ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર કર્મચારી બોલી ન શકતા મોડેથી ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદ નોંધવામાં વધુ સમય થવા મુદ્દે દૃાવો કર્યો હતો કે આપઘાત કરનાર કર્મચારી ૧૧ દિવસ સુધી બોલી શકતો ના હોવાથી ફરિયાદ નોંધવામાં મોડુ થયું છે.

શહેરમાં દીપકલા સાડી શો રૂમના માલિક પ્રદીપ શાહ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં તેમના જ કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી. ખોખરા વિસ્તારમાં કનુભાઈ રહે છે અને છેલ્લા સાતેક વર્ષથી શિવરજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંકશન સાડીના શો રૂમમાં નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી શોરૂમના શેઠ પ્રદીપ શાહ કનુભાઈને ટાર્ગેટ કરી ત્રાસ આપતા હોવાનો પણ તેઓએ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.

કર્મચારીએ કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે આપઘાતનો પ્રયાસ કરનાર કનુભાઈ જો પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેઓનો ૨૫ ટકા પગાર અને જો નોકરી પર પહોંચવામાં વધુ મોડું થાય તો ૫૦ ટકા પગાર શેઠ કાપી લેતા હતા. જ્યારે શનિવાર અને રવિવાર ફરજિયાત આવવા માટે કહેતા અને જો ના આવે તો સોમવારે નોકરી પર હજાર ગણતા નહિ. જોકે એક વાર કનુભાઈએ માલિક પ્રદીપભાઈને અપમાનિત શબ્દો ન બોલવા માટે નો કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.