પત્નિએ દહેજને લઇને કર્યો કેસ, કોર્ટમાં તારીખ ભરવા આવતા પિતાનું અકસ્માતમાં મોત

ભારતમાં રહેતા યુવાનની પત્નીએ લગ્ન બાદ દહેજ માટે ત્રાસ આપતા હોવાનો મહારાષ્ટ્માં કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ ભરવા જતા પિતાનું ૧૫ દિવસ પહેલા અકસ્માત મોત થયું હતું. પિતાનાં મોત માટે પોતે જવાબદાર હોવાનુ માનીને ૧૫ દિવસ બાદ સુરતનાં યુવાને પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સુરતનાં ડિંડોલી ખાતે સનસિટી રો-હાઉસમાં રહેતા રાહુલ શાંતિલાલ પાટીલ કાપડ માર્કેટમાં કામ કરતો હતો. જો કે રાહુલનાં લગ્ન વર્ષ ૨૦૧૬માં એક યુવતી સાથે થયા હતા.

શરૂઆતમાં લગ્ન જીવન બરાબર ચાલ્યુ હતું પણ પત્ની છેલ્લા કેટલાક સમયથી ઝગડા કરી પરિવારમાં કંકાસ કરતી હતી, જેને લઈને અઢી વર્ષથી તેની પત્ની સરલા પિયરમાં જતી રહી હતી અને રાહુલ સામે મહારાષ્ટ્રમાં દહેજ અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા કેટલાક સમયથી રાહુલ અને તેના પિતા પર દહેજ કેસ ચાલતો હોવાને લઈને કોર્ટમાં હાજરી આપવા જતા હતા. તેવી જ રીતે ૧૫ દિવસ પહેલા રાહુલ અને તેના પિતા મહારાષ્ટ્ર ખાતે કોર્ટમાં હાજરી આપવા માટે ગયા હતા. જ્યાં પિતાનું અકસ્માતમાં મોત થયું હતું. જેથી રાહુલ વતનમાં જ પિતાની અંતિમ ક્રિયાની વિધી પૂર્ણ કરી બે દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.

તે પોતાને જ પિતાનાં મુત્યુ પાછળ જવાબદાર સમજતો હતો. જેને લઈને છેલ્લા ૧૫ દિવસથી તે હતાશ થઈને રહેતો હતો. જો કે પિતાનાં મુત્યુ માટે પોતાને જવાબદાર સમજતા રાહુલે સુરત ખાતેનાં પોતાના ઘરમાં આવેશમાં આવીને ગળે ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું. જો કે આ ઘટનાની જાણકારી પાડોસીને મળતા તેઓ આ મામલે તાતકાલિક પોલીસને જાણકારી આપી હતી. જેને લઈને પોલીસે આ મામલે ઘટનાસ્થળે દોડી હતી, પોલીસે હવે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી.