દુબઇ એરપોર્ટ પર આઇડેન્ટિટી વેરિફિકેશન માટે આઇરિસ-સ્કેનર લગાવવામાં આવ્યા

સૌથી વ્યસ્ત ગણાતા દુબઇ એરપોર્ટ પર નવી પદ્ધતિ અમલમાં મૂકાઇ

ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે સૌથી વ્યસ્ત ગણાતા દૃુબઈ એરપોર્ટ પર એક નવી જ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી દૃુબઈમાં આવનારા અને જનારાઓને પાસપોર્ટ અને બોર્ડિંગ પાસની માથાકુટમાંથી મુક્તિ મળશે. માત્ર ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટની આ કામગીરીમાંથી મુક્તિ મળશે. દૃુબઈ એરપોર્ટ પર આઈડેન્ટિટી વેરિફિકેશન માટે આઈરિસ-સ્કેનર લગાવવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં આ ટેક્નોલોજીનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહૃાો છે.

ગત મહિને જ આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે ગણતરીની મિનિટોમાં જ મુસાફરો પાસપોર્ટ કંટ્રોલનું કામ પણ ઝડપથી પુરૂ થઈ જાય છે.

આઈરિસ ડેટાને દેશના ફેશિયલ રિકગ્નિશન ડેટાબેઝ સાથે જોડવામાં આવ્યો છે જેનાથી મુસાફરોના આઈડી કાર્ડ કે બોર્ડિંગ પાસની જરૂર નથી પડતી. એમિરેટ્સ અને દૃુબઈના ઈમિગ્રેશન અધિકારીઓ વચ્ચે સહયોગથી ડેટાનું એકત્રીકરણ કરવામાં આવે છે અને ચેક-ઈનથી લઈને બોર્ડિંગ સુધીની પ્રક્રિયા એક સાથે જ થઈ જાય છે.

મિરેટ્સને બાયોમેટ્રિક પ્રાઈવેસી સ્ટેટમેંટ પ્રમાણે એરલાઈન્સ મુસાફરોના ચહેરાને તેમની અંગત ઓળખના ડેટા સાથે જોડવામાં આવે છે, જેમાં પાસપોર્ટ અને લાઈટની જાણકારી પણ હોય છે અને આ ડેટાને ત્યાં સુધી સંગ્રહી રાખવામાં આવે છે જ્યાં સુધી તેની જરૂર હોય.

આ ટેક્નિકલેને લઈને સર્વિલાંસ પર પણ ચર્ચા છેડાઈ છે. સંયુક્ત અરબ અમિરાત પર પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓને નિશાન બનાવવાનો આરોપ લાગતા રહે છે. જેથી આ પ્રકારના ડેટા કલેક્શનથી અંગત ખતરો પણ વધે છે તેવી દલીલ કરવામાં આવી રહી છે. એમિરેટે પોતાના નિવેદનમાં ડેટા સ્ટોર કરવા અને ઉપયોગને લઈને વધારે કોઈ જાણકારી આપી નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે, ચહેરાને બાદ કરતા બીજા ડેટાનો ઉપયોગ એમિરેટ્સની બીજી સિસ્ટમમાં કરવામાં આવી શકે છે. જ્યારે નજરલ ડાયરેક્ટરેટ ઓફ રેજિડેંસી એંડ ફોરેન અફેર્સના ડેપ્યુટી ડાયરેક્તર મેજર જનરલ બોબૈદ મહેયર બોન સુરૂરનું કહેવું છે કે,દુબઈનું ઈમિગ્રેશન ઓફિસ મુસાફરોનો પર્સનલ ડેટાને સુરક્ષિત રાખે છે જેથી કોઈ થર્ડ પાર્ટી તેને જોઈ જ ના શકે.