કોલકાતામાં ટાવરીંગ ઇન્ફર્નો : 9 જીવતા ભુંજાયા

ફાયરબ્રિગેડના 4 જવાનો અને આરપીએફના 2 જવાન સહીત 9 ના કરૂણ મૃત્યુ, 2 ગંભીર : મૃતકના પરિજનો માટે 10-10 લાખની સહાય આપતા મમતા : વડા પ્રધાને 2-2 લાખ જાહેર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે શોક દર્શાવ્યો, મમતા બેનર્જી દોડી ગયા: બહુમાળી ભવનના 13 માળે રેલ્વે કચેરી અને ટિકીટ ઓફીસ આગમાં સ્વાહા

ગઈ કાલે સોમવારે મોડી સાંજે કોલકતા મહાનગરના રોડ પર આવેલી નવા કોયલા ઘાટ ઈમારતના 13 માં માળે અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી તેના કારણે 9 લોકો કરુણ રીતે જીવતા ભૂંજાય ગયા હતા. મરનારમાં ફાયર બ્રિગેડના 4 જવાનો રેલ્વના 1 અધિકારી અને એક જવાન તથા 2 અજાણી વ્યક્તિ સહિત 9 ના મૃત્યુ થયા છે. આ ઘટનાથી શહેરભરમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે શોકની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટના સ્થેળે દોડી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરીને માર્ગદર્શન આપ્યું હતું.

ભયાનક આગને કારણે 13 માં માળે આવેલી ઇન્સ્ટર્ન રેલ્વેની કચેરી અને ટીકીટ તથા રીઝર્વેશન ઓફીસ સ્વાહા થઇ ગયા હતા. રેલ્વે પ્રધાન પીયુષ ગોયલએ ઉચ્ચ કક્ષાની તપાસનો આદેશ આપ્યો છે.

ઘટના સ્થેળે દોડી ગયેલા મમતા બેનર્જીએ મૃતકના પરિજનો માટે રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી હતી અને જાહેર કર્યું હતું કે તેમના પરિવારમાંથી એક-એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ એવો આક્ષેપ કર્યો હતો કે, રેલ્વે દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો નથી. ફાયર બ્રિગેડને