સુરત પાલિકાના આરોગ્ય કર્મીએ અંકલેશ્ર્વરની હોટલમાં ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

સુરત પાલિકાના આરોગ્ય કર્મીએ અંકલેશ્ર્વરની એક હોટલમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલ કર્યું છે. આ પાલિકા કર્મી ગતરોજ નોકરી પર જવા નિકળ્યા હતા. સાંજે ઘરે પરત ન ફરવાની જગ્યાએ તેઓ એક હોટલમાં રુમ ભાડે રાખી ત્યા આપઘાત કર્યો હતો. આ બનાવને લઈ પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતના આરોગ્ય ખાતામાં ફરજ બજાવી રહેલા વિનોદ ખેતરીયા ગતરોજ દરરોજની નોકરી માટે ઘરેથી નિકળ્યા હતા. પરતું સાંજે ઘરે પરત ફરવાની જગ્યાએ તેઓ અંકેલશ્ર્વર ખાતે આવેલ પ્લાઝા હોટલમાં એક રુમ ભાડે રાખથી રોકાયા હતા.

પરતું તેઓએ કોઈ અગ્મ્ય કારણોસર રુમમાં જ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલ કર્યું હતું. જો કે, હોટલ સ્ટાફનો એક વ્યકિત તેઓને સર્વિસ આપવા માટે આવ્યો હતો. જો કે, ઘણા સમયથી તે દરવાજા પાસે ઉભા રહી બેલ વગાડી રહૃાો હતો પરતું કોઈ પણ પ્રકારનું સામેથી જવાબ ન આવતા તેણે હોટલ મેનેજરને જાણ કરી હતી. મેનેજર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક હોટલ પર આવી પહોંચ્યો હતો અને દરવાજાની બીજી ચાવીથી તેમના રુમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજો ખોલતા જ તે જમીન પર ઢળી પડેલી હાલતમાં હતા.

પોલીસે તેમના મૃતદેહને પી.એમ અર્થે મોકલી રૂમને સિલ કરી દીધો હતો. હોટલ રજીસ્ટરના આધારે વિનોદભાઇના પરિવારનું સરનામું મળતા તેમને જાણ કરવામાં આવી હતી. જેથી મૃતક વિનોદભાઇનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકના ભાઇ દિનેશ ખેતરીયાના જણાવ્યા મુજબ વિનોદભાઇના માથે દેવું વધી ગયો હતો જેથી તેમણે આપઘાત કર્યું છે.પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.