અલંગના શિપબ્રેકરોને એલડીટીને પગલે રાજ્ય સરકારે ફટકાર્યો દંડ

જિલ્લાનું અલંગ કોરોનાકાળ બાદ માંડ આર્થિક ગતિએ ઉભું થવા મથી રહૃાું છે, ત્યારે એક તરફ કેન્દ્રની સરકારનો સહયોગ તો રાજ્ય સરકાર નિયમ કાયદાના ચાબખા મારતી હોવાના આક્ષેપો શરુ થયા છે. એલડીટી નિયમ પ્રમાણે નહી ભરતા શિપબ્રેકરોને પેનલ્ટી ભરવાનું કહેવામાં આવ્યું છે. અલંગમાં એલડીટીના નિયમ પ્રમાણે ૫ વર્ષ કાપવાના રહેતા જહાજ ગયા પાંચ વર્ષમાં કાપવામાં નહી આવતા અને જીએમબી સામે એલડીટીના નિયમ કરતા ૧૫ ટકા ઓછાં કપાતા લાખો રુપિયાની પેનલ્ટી જીકવામાં આવી છે. આવા ૧૮ જેટલા શિપબ્રેકર છે, જેને એલડીટીના નિયમ નહીં અનુસરવા બદલ પેનલ્ટી જીકવામાં આવી છે.

રાજ્ય સરકારના કડક વલણ અને કેન્દ્ર સરકારના સહયોગ એટલે સરકારોની બેવડી નીતિ વચ્ચે શિપબ્રેકરો મૂંઝવણોમાં છે અને અપેક્ષા રાખી રહૃાા છે કે સરકાર સહકાર આપે. અલંગમાં આવેલા પ્લોટમાં ૧૮ શિપબ્રેકરને એલડીટીના નિયમ બદલ જીકવામાં આવેલી પેનલ્ટી બાદ શિપબ્રેકરોનું કહેવું છે કે, હોંગકોંગ કન્વેનશન હેઠળ પ્લોટમાં ફેરફાર થઈ રહૃાા છે. જેથી આગામી પાંચ વર્ષમાં ફેરફારો થશે એટલે એલડીટીનો પ્રશ્ર્ન હલ થઈ જશે, પણ હાલમાં જીકવામાં આવેલી પેનલ્ટીના કારણે શિપબ્રેકરને ફટકો લાગશે. કારણ કે કોરોનાકાળમાં લાગેલો ફટકો અને બાદમાં બજારમાં આવેલી ઘટને લઈને શિપબ્રેકરો આર્થિક નુકસાન ભોગવી રહૃાા છે.

એવામાં રાજ્યની સરકાર સહકાર આપે તે જરૂરી હોવાનું શિપબ્રેકરોને લાગી રહૃાું છે. એલડીટી નિયમ પ્રમાણે ૩૦ મીટરના પ્લોટથી લઈને ૧૨૦ મીટર સુધીના પ્લોટમાં ૧૨ હજાર ૫૦૦થી લઈને ૨૫ હજાર સુધીની એલડીટી હોવી જોઈએ અને તે રીતે જહાજો કપાવવા જોઈએ. જેમાં ૧૮ જેટલા શિપબ્રેકરોની એલડીટી ઓછી મળવાને પગલે પેનલ્ટી જીકવામાં આવી છે.