હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા ૪ લૂંટારાની ઓળખ થઈ

હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.૨.૪૫ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા ૪ લૂંટારા ઓળખાઇ ગયા છે. પોલીસે હેબતપુર વિસ્તારમાં ૨૦૦ કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા, જેમાં ચારેય લૂંટારા ૨ બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ. હજુ સુધી લૂંટારા પોલીસની પકડમાં આવ્યા નથી, પરંતુ તેમના ફોટા અને જે બાઈક લઈને આવ્યા હતા તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર- લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું છે.

અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો છે. પોલીસે હેબતપુર અને આસપાસના વિસ્તારના ૨૦૦ જેટલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચારેય આરોપી ઓળખાઈ ગયા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે ૭૦ કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ ૬ વર્ષથી દૃુબઈ રહે છે. બંને અવાર નવાર દૃુબઈથી અમદાવાદ અવર-જવર કરતા હોવાથી તેમનું પાસે સોનુ વધારે મળવાની શકતા હોવાથી લૂંટારુઓ તેમના બંગાલને ટાર્ગેટ કર્યો હતો.

તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહૃાા હોવાથી તેઓ ૩ મહિનાથી દૃુબઈ ગયા ન હતા. જ્યોત્સ્નાબહેન રોજ સવારે બહારના રોડ ઉપર ૩૦ મિનિટ માટે ચાલવા જાય છે. જ્યારે અશોકભાઈ તેમની સાથે ચાલવા જતા નથી. જેથી જ્યોત્સ્નાબહેનની ગેરહાજરીમાં બંગલોમાં ઘૂસી અશોકભાઈ સાથે મારઝુડ કરી બંધુક બતાવીને દાગીના-પૈસા અને ગાડી લૂંટી જવાની યોજના લૂંટારાઓની હોવાની શંકા પોલીસે વ્યકત કરી હતી.